Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સફેદ પાવડરની આડમાં લઇ જવાતો રૂ. 14.91 લાખનો વિદેશી દારૂ જપ્ત

VADODARA : શરૂઆતમાં ગલ્લાતલ્લા કર્યા હતા. બાદમાં કન્ટેનરમાં તપાસ કરવામાં આવતા શરૂઆતના ભાગમાં સફેદ પાવડર ભરેલી થેલીઓ મળી આવી હતી
vadodara   સફેદ પાવડરની આડમાં લઇ જવાતો રૂ  14 91 લાખનો વિદેશી દારૂ જપ્ત
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્ય એલસીબી (VADODARA RURAL - LCB) દ્વારા નાઇટ પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં મોટી સફળતા મળી છે. બંધ બોડીના કન્ટેનરમાંથી રૂ. 14.91 લાખની કિંમતનો વિદેશી દારૂ બીયરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ મામલે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.

બાતમીથી મળતું આવતું કન્ટેનર જણાતા તેને રોકવામાં આવ્યું

વડોદરા જિલ્લા ગ્રામ્ય એલસીબી દ્વારા પ્રોહીબીશનના કેસો શોધવા માટે સતત પ્રયત્ન કરવામાં આવતા હોય છે. દરમિયાન તાજેતરમાં નાઇટ પેટ્રોલીંગમાં તૈનાત ગ્રામ્ય એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લઇ જવામાં આવી રહ્યો છે. આ કન્ટેનર ગોધરાથી વડોદરા થઇને અમદાવાદ તરફ આવી રહ્યું છે. બાતમીના આધારે ગ્રામ્ય એલસીબીની ટીમોએ એક્સપ્રેસ વે ટોલ નાકા પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીથી મળતું આવતું કન્ટેનર જણાતા તેને રોકવામાં આવ્યું હતું. આ કન્ટેનરમાંથી ડ્રાઇવર સુનિલસિંગ કમલસિંગ ભક્તરામસિંગ (રહે. ઇમસોરા - 1, જમ્બુ કાશ્મીર) અને કાદીરખાન રહીમબક્સ ચૌહાણ (રહે. મહંમદપુર, હરીયાણા) મળી આવ્યા હતો.

Advertisement

શરૂઆતના ભાગમાં સફેદ પાવડર ભરેલી થેલીઓ મળી આવી

બંનેને કન્ટેનરમાં રાખેલા મુદ્દામાલ અંગે પુછવામાં આવતા તેમણે શરૂઆતમાં ગલ્લાતલ્લા કર્યા હતા. બાદમાં તેમાં તપાસ કરતા શરૂઆતના ભાગમાં સફેદ પાવડર ભરેલી થેલીઓ મળી આવી હતી. બાદમાં અંદર તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ બીયરની પેટીઓ મળી આવી હતી. જેની કુલ કિંમત રૂ. 14.91 લાખ આંકવામાં આવી રહી છે. આ મામલે જપ્ત કરવામાં તમામ મુદ્દામાલની કિંમત રૂ. 30.01 લાખ આંકવામાં આવી છે.

Advertisement

ગુજરાતના મોરબી ખાતે પહોંચીને ફોન કરવાનો હતો

આ અંગે કાદીરખાન રહીમબક્સ ચૌહાણને પુછતા તેણે જણાવ્યું કે, નુહુ હોડલ રોડ પર આવેલી સરપંચ ઢાબા ઉપર કન્ટેનર માલ ભરીને ઉભું હતું. ત્યાંથી નીકળીને ગુજરાતના મોરબી ખાતે પહોંચીને ફોન કરવાનો હતો. બંને સામે મંજુસર પોલીસ મથકમાં ગણનાપાત્ર કેસ નોંધવામાં આવ્યો છે. જે બાદ આ મામલે પોલીસે વધુ કાર્યવાહી તેજ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : લગ્નપ્રસંગે ઢબુકતા ઢોલ લોન ડિફોલ્ટરના ઘર આંગણે પહોંચ્યા

Tags :
Advertisement

.

×