Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મોક્સીમાં SOG ના દરોડા, શંકાસ્પદ સિન્થેટીક મટીરીયલ જપ્ત

VADODARA : દરોડામાં સિન્થેટીક ડ્રગ્સના શંકાસ્પદ જથ્થા સાથે એકની અટકાયત કરીને તેની સઘન પુછપરછ કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે
vadodara   મોક્સીમાં sog ના દરોડા  શંકાસ્પદ સિન્થેટીક મટીરીયલ જપ્ત
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીના મોક્સી ગામે જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG - VADODARA RURAL) દ્વારા ખેતરમાં દરોડા પાડવામાં આવ્યા (SOG RAID IN MOKSHI, SAVLI - VADODARA) છે. ડ્રગ્સની આશંકાએ આ દરોડા પાડવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સપાટી પર આવવા પામી છે. આ દરોડામાં સિન્થેટીક ડ્રગ્સના શંકાસ્પદ જથ્થા સાથે એકની અટકાયત કરીને તેની સઘન પુછપરછ કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. હાલ આ મામલે ઝીણવટભરી તપાસમાં એફએસએલ પણ જોડાઇ હોવાનું સામે આવ્યું છે.

Advertisement

ટોર્ચ લાઇટના સહારે દરોડા પાડ્યા

વડોદરા ગ્રામ્યમાં જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો દ્વારા બાતમીના આધારે સાવલીના મોક્સી ગામની સીમમાં આવેલા ખેતર પાસેના ઝૂંપડામાં અચાનક દરોડા પાડ્યા હતા. અને સઘન સર્ચ હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે. મોડી રાત્રે જિલ્લા એસઓજી દ્વારા ટોર્ચ લાઇટના સહારે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં એક શખ્સની અટકાયત કરીને તેની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

બાતમીના આધારે ટીમ કાચા રસ્તા પર આવેલા ઝૂંપડા સુધી પહોંચી

બીજી તરફ શંકાસ્પદ સિન્થેટીક ડ્રગ્સ મામલે ઝીણવટભરી તપાસમાં એફએસએલને પણ જોડવામાં આવી છે. બાતમીના આધારે ટીમ મોક્સી ગામની પ્રાથમિક શાળાની બાજુમાં એક કિમી જેટલા અંતરે કાચા રસ્તા પર આવેલા ઝૂંપડા સુધી પહોંચી હતી. મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે વધુ વિગતવાર માહિતીની વાટ જોવાઇ રહી છે.

આ પણ વાંચો --- Gir Somnath: સુત્રાપાડા તાલુકાના ગુંદાળા ગામના યુ-ટ્યુબર ‘રોયલ રાજા’ ઊર્ફે દીનેશ સોલંકી પર હુમલો

Tags :
Advertisement

.

×