Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શાળાનું નામ બદલાતા સ્થાનિકોનો પંચાયત ઓફીસ બહાર વિરોધ

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવેલી શાળાનું નામ અગાઉ બદલી કાઢવામાં આવ્યું હતું. જે બાદ ગ્રામજનોએ વિવિધ સ્તરે પોતાની રજુઆતો કરી હતી. અને શાળાનું નામ જુનુ જ કરવાની પોતાની માંગ રજુ કરી હતી. 7 મહિના અગાઉ આ અંગે...
vadodara   શાળાનું નામ બદલાતા સ્થાનિકોનો પંચાયત ઓફીસ બહાર વિરોધ
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવેલી શાળાનું નામ અગાઉ બદલી કાઢવામાં આવ્યું હતું. જે બાદ ગ્રામજનોએ વિવિધ સ્તરે પોતાની રજુઆતો કરી હતી. અને શાળાનું નામ જુનુ જ કરવાની પોતાની માંગ રજુ કરી હતી. 7 મહિના અગાઉ આ અંગે પંચાયતના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ રહેતા આજે સ્થાનિકો દ્વારા નામ બદલવાની વાતનો વિરોધ કરતા પંચાયત ઓફીસ બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ બાદ પણ જો યોગ્ય પગલાં લેવામાં નહી આવે તો આગામી સમયમાં પણ વિરોધ જારી રાખવાનું આગેવાને મીડિયાને જણાવ્યું છે.

નામો બદલવાનો પહેલાથી જ સ્થાનિકો દ્વારા વિરોધ

વડોદરા પાસે આવેલા સાવલીના તુલસીપુરા તેમજ રાનેલા ગામે આવેલી પ્રાથમિક શાળાના નામો થોડાક સમય પહેલા બદલી નાંખવામાં આવ્યા છે. આ શાળાના નામો બદલવાનો પહેલાથી જ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને જુની સ્થિતીએ નામ કરવા માટેની રજુઆતો કરવામાં આવી છે. છતાં કોઇ નક્કર પરિણામ નહી મળતા આખરે તમામે આજે એકત્ર થઇને જિલ્લા પંચાયતની કચેરીએ ધરણા પ્રદર્શન કર્યું છે. અને પોતાની માંગ પુરી નહી થાય ત્યાં સુધી વિરોધ કરવાની જાહેરાત સ્થાનિક અગ્રણી દ્વારા કરવામાં આવી છે.

Advertisement

7 મહિના અગાઉ તાલુકા પ્રા. શિક્ષણ અધિકારીને દરખાસ્ત અપાઈ

ગામના અગ્રણીએ મીડિયાને જણાવ્યું કે, તુલસીપુરા ગામમાં તુલસીપુરા પ્રાથમિક શાળા તેમજ રાનેલા ગામમાં રાણેલા પ્રાથમિક શાળા આવેલી છે. વર્ષ-2024માં આ બંને પ્રાથમિક શાળાઓના નામ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બદલી નંખાયા હતા. જેમાં રાનેલા પ્રાથમિક શાળાનું નામ બદલી તુલસીપુરા પ્રાથમિક શાળા- 1 અને તુલસીપુરા પ્રા. શાળાનું નામ બદલી તુલસીપુરા પ્રાથમિક શાળા - 2 કરાયું છે. જે ખોટું છે. 7 મહિના અગાઉ તાલુકા પ્રા. શિક્ષણ અધિકારીને દરખાસ્ત અપાઈ હતી. પરંતુ આ બાબતે કોઈ નક્કર પરિણામ ન આવતા આજે તમામ ગ્રામજનો વડોદરા શહેર જિલ્લા પંચાયત ખાતે એકત્ર થઈ ગયા હતા અને ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જો ધરણા પ્રદર્શન બાદ પણ કોઇ નક્કર પરીણામ નહી આવે તો આગામી સમયમાં પણ આંદોલન ચાલુ રહેશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : શ્રી નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓના વાલીઓનો મોરચો પાલિકા પહોંચ્યો

Tags :
Advertisement

.

×