ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ગ્રામ્ય SOG ને પેટ્રોલીંગમાં ગાંજાનો પેડલર હાથ લાગ્યો

VADODARA : શકીલ પાસેથી ગાંજો, એક્ટીવા, મોબાઇલ, રોકડા, ઇલેક્ટ્રીક વજન કાંટો, અને બેગ મળી આવ્યા, જેની કિંમત રૂ. 50,810 આંકવામાં આવી
10:49 AM Jan 23, 2025 IST | PARTH PANDYA
VADODARA : શકીલ પાસેથી ગાંજો, એક્ટીવા, મોબાઇલ, રોકડા, ઇલેક્ટ્રીક વજન કાંટો, અને બેગ મળી આવ્યા, જેની કિંમત રૂ. 50,810 આંકવામાં આવી

VADODARA : વડોદરા જિલ્લા (VADODARA - RURAL) માં નશાખોરી ડામવા માટે ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SPECIAL OPERATION GROUP - SOG, RURAL) ના જવાનો દ્વારા સઘન વોચ રાખવામાં આવે છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્યમાં આવતા કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) માં એસઓજીની ટીમો પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ગાંજા સાથે એક શખ્સને પકડી પાડવામાં સફળતા મળી છે. આ મામલે કરજણ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. અને આ મામલાની તપાસ શિનોર પોલીસ મથક (SHINOR POLICE STATION) ના પીઆઇ કરી રહ્યા છે. આ મામલે એકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્યને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

ગાંજા સાથે એક શખ્સને પકડી પાડવામાં સફળતા મળી

વડોદરા જિલ્લામાં નશાખોરો પર લગામ કસવા માટે ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવે છે. દરમિયાન તાજેતરમાં ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તેવામાં ગાંજા સાથે એક શખ્સને પકડી પાડવામાં સફળતા મળી છે. કાર્યવાહીમાં શકીલભાઇ ઇલબાલભાઇ મલેક (ઉં. 30) (રહે. બ્રાહ્મણ ફળિયું, કણભા, કરજણ, વડોદરા) ની ધરકપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી આડધા લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ગાંજો, એક્ટીવા, મોબાઇલ, રોકડા, ઇલેક્ટ્રીક વજન કાંટો, અને બેગ મળી આવ્યા

ઉપરોક્ત મામલે ગાંજો આપનાર શખ્સ (સપ્લાયર) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પકડાયેલા શકીલ પાસેથી પોલીસને ગાંજો, એક્ટીવા, મોબાઇલ, રોકડા, ઇલેક્ટ્રીક વજન કાંટો, અને બેગ મળી આવ્યા છે. જે તમામ મુદ્દામાલની કિંમત રૂ. 50,810 આંકવામાં આવી રહી છે. તે પૈકી ગાંજો 1.920 કિલો ગાંજાની કિંમત રૂ. 19,200 આંકવામાં આવી છે. આ મામલે કરજણ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. અને આ મામલાની તપાસ શિનોર પોલીસ મથક (SHINOR POLICE STATION) ના પીઆઇ કરી રહ્યા છે. આ મામલે એકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્યને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો --- Sabarkantha: પતંજલિના નામે વેચતા હતા સબ સ્ટાન્ડર્ડ માલ, 13 શકમંદોને ફટકારાયો રૂપિયા 280000 નો દંડ

Tags :
caughtdeclareGujarat FirstGujarat NewsGujarati NewsillegalMarijuanaonepersonruralSOGVadodarawantedwith
Next Article