VADODARA : સ્પીડ પોસ્ટ સહિતની ટપાલ ભરેલો થેલો ગાયબ થતા દોડધામ
VADODARA : વડોદરા ગ્રામ્યમાં સાધલી પોસ્ટ ઓફિસના સ્પીડ પોસ્ટ તથા અન્ય ટપાલ ભરેલો થેલો સરકારી બસમાં મોકલ્યો હતો. જો કે, તે વડોદરા ખાતે મળી આવ્યો ન્હતો. જેને પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી. આખરે આ અગત્યના કાગળિયાઓ ભરેલો થેલો ગાયબ થવા મામલે શિનોર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ મામલાની તપાસ શિનોર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરા ખાતે આ થેલો મળી આવ્યો ન્હતો
વડોદરા ગ્રામ્યમાં આવતા શિનોરના સાધલીમાં પોસ્ટ ઓફિસ આવેલી છે. આ પોસ્ટ ઓફિસના સ્પીડ પોસ્ટ, રજીસ્ટર લેટરના કાગળિયા તથા અન્ય ટપાલને એક થેલામાં ભરીને ટેગ વડે બાંધીને તૈયાર કરીને 10, ફેબ્રુઆરીના રોજ સરકારી બસમાં વડોદરા લઇ જવા માટે બિલ્મિલ્લાખાન મહેબુબખાન રાઠોડ (સાધલી ગામ, વડોદરા ગ્રામ્ય) દ્વારા મુકવામાં આવી હતી. જો કે, વડોદરા ખાતે આ થેલો મળી આવ્યો ન્હતો. જે બાદ આસપડોશમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ કંઇ હાથ લાગ્યું ન્હતું.
મામલાની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલને સોંપવામાં આવી
આખરે ઉપરોક્ત મામલે શિનોર પોલીસ મથકમાં પહોંચ્યો છે. જે અંગે સાલેહાબાનું બિલ્મિલ્લાખાન રાઠોડ દ્વારા શિનોર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધવામાંં આવી છે. જે બાદ પોલીસ એક્શનમાં આવી છે. અને મામલાની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વર્ધાજી બળવંતજીને સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ થેલામાંથી કેટલા અગત્યના કાળિયાઓ ગાયબ થયા છે, અને તેની શું અસર પડી શકે તેમ છે, આવા અનેક સવાલોના જવાબો લોકમુખે પુછાઇ રહ્યા છે. હવે પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : ચૂંટણી ટાણે દારૂ ઘૂસાડવાનો પ્લાન નિષ્ફળ બનાવતી પોલીસ


