Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સંત કબીર સ્કુલમાંથી LC લેવા વાલીઓનો રઝળપાટ

VADODARA : વડોદરામાં એક પછી એક શાળામાં એફઆરસીના નિયમોને નેવે મુકીને ફી વસુલવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.
vadodara   સંત કબીર સ્કુલમાંથી lc લેવા વાલીઓનો રઝળપાટ
Advertisement

VADODARA : વડોદરાના વાસણા રોડ પર આવેલી સંત કબીર શાળા (SAINT KABIR SCHOOL - VADODARA) દ્વારા એફઆરસીના નિયમોને નેવે મુકીને ફી વલુસવામાં આવતી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. જે બાદ વાલીઓ દ્વારા બાળકોનું લિવિંગ સર્ટીફીકેટ મેળવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે આપતા પહેલા શાળા સંચાલકો દ્વારા વધારાની ફી ભરપાઇ કરવા જણાવ્યું હોવાનું વાલીઓનું મીડિયાને કહેવું છે. આખરે શાળા સંચાલકોના મનસ્વી વહીવટથી ત્રસ્ત વાલીઓ દ્વારા ડીઇઓ ઓફીસ અને ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં મદદ માટે અરજી કરી છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું. બીજી તરફ શાળા સંચાલકોનું કહેવું છે કે, અમે કાયદા વિરૂદ્ધ ફી નથી ઉઘરાવતા. હાઇકોર્ટના હુકમ મુજબ શાળા પાસે ટર્મ ફી તેમજ એડમિશન ફી લેવાનો અધિકાર છે.

એફઆરસીની ફી સહિતની વિગતો બોર્ડ પર મુકવામાં આવી નથી

વડોદરામાં એક પછી એક શાળામાં એફઆરસીના નિયમોને નેવે મુકીને ફી વસુલવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં સંત કબીર શાળાના વાલીઓ દ્વારા એફઆરસીથી વધુ ફી લેવામાં આવતી હોવાનો આરોપ સંચાલકો પર લગાવ્યો હતો. શાળા દ્વારા એફઆરસીની ફી સહિતની વિગતો બોર્ડ પર મુકવામાં આવી નથી. વાલીઓએ ડીઇઓ પાસે જઇને ઓર્ડર જોયો હતો. જેમાં શાળા ટર્મ ફી ચાર્જ કરી શકતી નથી. છતાં તેમના દ્વારા લેવામાં આવી રહી છે. અને વાલીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે.

Advertisement

આ મામલે મદદ માટે અરજી આપી હતી

આ ઘટના બાદ વાલીઓ ડીઇઓ કચેરીથી શાળાએ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સહી લેવા માટે અરજી શાળામાં આપવાની હતી. પરંતુ શાળામાં તેમને પ્રવેશ કરતા અટકાવાયા હતા. બાદમાં શાળામાંથી માત્ર કાગળ પર સહિ જ કરી ને આપવામાં આવી હતી. તે બાદ તેઓ પોલીસ મથક પહોંચ્યા હતા. અને આ મામલે મદદ માટે અરજી આપી હતી. બીજી તરફ શાળા સંચાલકોનું કહેવું છે કે, શાળાએ આજદિન સુધીમાં ક્યારે પણ કાયદા વિરૂદ્ધ ફી વસુલી નથી. તમામ વાલીઓને એફઆરસી દ્વારા આપવામાં આવેલા પત્રો બતાવવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટ પણે જણાવાયું છે કે, હાઇકોર્ટના હુકમ મુજબ શાળા પાસે ટર્મ ફી તેમજ એડમિશન ફી લેવાનો અધિકાર છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : NCD ની મેગા ડ્રાઇવમાં હાઇપરટેન્શન અને ડાયાબીટીસના 20 હજાર કેસ મળ્યા

Tags :
Advertisement

.

×