Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વડોદરાથી અમદાવાદ જતી 600 ST બસના રૂટમાં ફેરફાર

VADODARA : કુલ મળીને 1 હજાર જેટલી બસો અમિતનગર બસ સ્ટેન્ડથી પેસેન્જર લઇને જતા માણેકપાર્ક સર્કલ પાસે ટ્રાફીકની સમસ્યા ઉદ્ભવે છે
vadodara   વડોદરાથી અમદાવાદ જતી 600 st બસના રૂટમાં ફેરફાર
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના સમા તળાવ (એબેક્સ) જંક્શન પર નવીન ફ્લાય ઓવર બનાવવાની કામગીરી ચારી રહી છે. તેના અનુસંધાને 21, નવે. ના રોજ જાહેરનામું બહાર પાડીને વાહનો, એસટી બસ, તથા અન્યને દુમાડ બ્રિજ થઇ ગોલ્ડન બ્રિજ થઇને હરણી રોડ, ગદા સર્કલ થઇને અમિત નગર તથા અન્યત્રે જવા માટેનો રૂટ આપવામાં આવ્યો હતો. પરંતુ તે બાદ રાજ્યના વાહન વ્યવહાર નિગમ, વડોદરાદ્વારા 26, નવે.ના રોજ પરિત્ર જારી કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યા અનુસાર, વડોદરા શહેરના અમિતનગર, સમા થઇને અમદાવાદ તરફ જતી આશરે 600 જેટલી બસો તેમજ વડોદરા શહેરથી ગોધરા તરફ જતી આશરે 400 બસો મળીને 1 હજાર જેટલી બસો અમિતનગર બસ સ્ટેન્ડથી પેસેન્જર લઇને જતા માણેકપાર્ક સર્કલ પાસે ટ્રાફીકની સમસ્યા ઉદ્ભવે છે. જેને અનુલક્ષીને ફેરફાર કરવામાં આવ્યા છે.

Advertisement

દેણા બ્રિજથી પ્રવેશ મેળવી શકાશે

હવે જીએસઆરટીસીના વાહનો માટે દુમાડ બ્રિજથી સમા કેનલ ત્રણ રસ્તા થઇ, એબેક્સ સર્કલ થઇ અમિતનગર બ્રિજ નીચે અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેની સામે દુમાડ બ્રિજ તરફથી દેણા બ્રિજ નીચેથી જમણી બાજુ વળી, શહેરમાં પ્રવેશ કરી, મોટનાથ મહાદેવ, થી મેટ્રો હોસ્પિટલ તરફ જઇ ત્યાંથી અમિત નગર સર્કલ ના રૂટ પર અવર જવર કરી શકશે. તેની સાથે અમિત નગર બ્રિજ નીચેથી ઉર્મિ બ્રિજ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી મેટ્રો હોસ્પિટલ રોડ, થઇ ગદા સર્કલ થઇને દેણા બ્રિજ તરફ જઇ શકશે.

Advertisement

ભવિષ્યમાં ટ્રાફીકમાંથી રાહત મળે તેવી શક્યતાઓ

આ બ્રિજ બનાવવાની કામગીરી આશરે બે વર્ષ સુધી ચાલે તેવો અંદાજો છે. દરમિયાન કોઇ નવું જાહેરનામું ના આવે ત્યાં સુધી આને અનુસરવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમા તળાવ જંક્શન નાનું હોવાના કારણે ટ્રાફીકની ભારે સમસ્યા રહેતી હોય છે. હવે તેમાં આ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવતા ભવિષ્યમાં ટ્રાફીકમાંથી રાહત મળે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

આ પણ વાંચો -- VADODARA : MSU તંત્રની લબાડગીરી, ત્રણ વર્ષથી પ્રોફેસરોને પ્રમોશન અપાયું નથી

Tags :
Advertisement

.

×