Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સરદાર બાગમાંથી ચંદનના ઝાડની ચોરી, તસ્કરોની રડારમાં કિંમતી લાકડું

VADODARA : સરદાર બાગમાં લગાડવામાં આવેલા સીસીટીવીનો લેન્સ યોગ્ય દિશામાં ના હોવાના કારણે તેનાથી કોઇ ખાસ ફાયદો મળી શકે તેમ નથી.
vadodara   સરદાર બાગમાંથી ચંદનના ઝાડની ચોરી  તસ્કરોની રડારમાં કિંમતી લાકડું
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં તસ્કરોની રડારમાં હવે ચંદનનું કિંમતી લાકડું (SANDALWOOD TREE THEFT - VADODARA) હોવાનું સપાટી પર આવ્યું છે. પહેલા વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ. (MSU - VADODARA) ની હેડ ઓફિસ પાછળથી બે ચંદનના ઝાડની ચોરી, ત્યાર બાદ ત્રણ ચંદનના ઝાડની ચોરીનો પ્રયાસ અને હવે વડોદરાના સરદાર બાગમાં ચંદના ઝાડની ચોરી સામે આવી છે. પહેલી ચોરી જ્યારે સામે આવી ત્યારે જ કડક કાર્યવાહી કરી હોત તો બાકીની ઘટનાઓ પર રોક લગાડી શકાત તેવો સ્થાનિકોમાં ગણગણાટ છે. હવે કિંમતી લાકડાની ચોરી કરીને હાથમાં ના આવતા પુષ્પરાજ સુધી કેવી રીતે પહોંચે છે.

યુનિ.ની હેડ ઓફિસ પાછળથી બે ચંદનના ઝાડની ચોરી કરવામાં આવી હતી

અત્યાર સુધી ઘર, દુકાન, જ્વેલરી શોપ તસ્કરોની રડારમાં હતા. સમયાંતરે રોકડા અને કિંમતી ચીજવસ્તુઓના હાથફેરાની ઘટનાઓ સામે આવતી હતી. ત્યાર બાદ હવે તસ્કરોનો રોકડા, અને કિંમતી ઘરેણાાની જગ્યાએ ચંદનના કિંમતી લાકડામાં રસ પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ વાતની સાબિતી આપતી ઘટનાઓ છેલ્લા કેટલાય દિવસથી સામે આવી રહી છે. પ્રથમ ઘટનામાં વડોદરાના વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ની હેડ ઓફિસ પાછળથી બે ચંદનના ઝાડની ચોરી કરવામાં આવી હતી. આ ઘટના બાદ પણ કોઇ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા ત્રીજા દિવસે યુનિ. કેમ્પસમાંથી ત્રણ ચંદનના ઝાડની ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Advertisement

યુનિ.ની જેમ સરકારી બાગની સુરક્ષામાં પણ પોલંપોલ પકડાઇ જવા પામી

ત્યાર બાદ પણ તંત્ર ઉંઘતું જ રહેતા હવે તસ્કરોએ યુનિ. છોડીને સરદાર બાગમાં રહેલા ચંદનના વૃક્ષોને નિશાન બનાવ્યું છે. સરદાર બાગમાંથી એક ચંદનનું ઝાડ ચોરવામાં તસ્કરો સફળ રહ્યા છે. જ્યારે અન્ય એક ઝાડ ચોરવામાં તસ્કરોને સફળતા મળી નથી. યુનિ.ની જેમ સરકારી બાગની સુરક્ષામાં પણ પોલંપોલ પકડાઇ જવા પામી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સરદાર બાગમાં લગાડવામાં આવેલા સીસીટીવીનો લેન્સ યોગ્ય દિશામાં ના હોવાના કારણે તેનાથી કોઇ ખાસ ફાયદો મળી શકે તેમ નથી. પુષ્પા મુવીની જેમ તસ્કરો હકીકતમાં ચંદનના ઝાડ ચોરવામાં સફળ થઇ રહ્યા છે. અને તેમને રોકવાવાળું અત્યાર સુધી કોઇ નથી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પ્લાયવુડની આડમાં લઇ જવાતો રૂ. 57.75 લાખનો દારૂ જપ્ત, ગ્રામ્ય LCB નો સપાટો

Tags :
Advertisement

.

×