VADODARA : પાઇપ્ડ ગેસના ખાતમૂહુર્ત પ્રસંગે ધારાસભ્યએ કહ્યું, "વિકાસમાં મને સંતોષ નથી"
VADODARA : આજરોજ સાવલી (SAVLI - VADODARA) માં ઘર ઘર સુધી પાઇપ્ડ ગેસ પહોંચાડવા અને રાંધણ ગેસના બોટલમાંથી નગરજનોનો મુક્તિ આપવા માટે ગેસ લાઇનના કામનું ખાતમૂહુર્ત (PIPED GAS PROJECT - SAVLI) ધારાસભ્ય કેતન ઇનામદાર (SAVLI - BJP MLA KETAN INAMDAR) ના હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જાહેર મંચ પરથી તેમની નારાજગી છલકાઇ હતી. તેમણે કાર્યક્રમમાં હાજર નગરજનો અને હોદ્દેદારોને સંબોધતા કહ્યું કે, સાવલી ડેસર, સાવલી નગરનું નામ છે ગુજરાતમાં, તે પ્રમાણે મારા નગરના વિકાસમાં મને સંતોષ નથી. જેને પગલે રાજકીય મોરચે સોપો પડી જવા પામ્યો છે.
એક તબક્કે તમામ વિચારતા થઇ ગયા
આજરોજ સાવલી નગરમાં નગરજનોને પાઇપ મારફતે રાંધણ ગેસ પહોંચાડવા માટેના પ્રોજેક્ટનું સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર (SAVLI - BJP MLA KETAN INAMDAR) દ્વારા ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. દરમિયાન તમામને સંબોધતા ધારાસભ્યએ પોતાના મનની વાત કહેતા વિકાસને લઇને અસંતોષ વ્યક્ત કર્યો હતો. જેના કારણે એક તબક્કે તમામ વિચારતા થઇ ગયા હતા.
આપ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મંચ પરથી કહ્યું કે, લોકોએ ચૂંટીને મોકલ્યા છે, તેમની સમસ્યાનું સમાધાન લાવવા માટે, તે કેવી રીતે થાય તે પ્રશ્ન આપણો છે, તેમને નહીં. એટલે ખાસ નગરના તમામ નગર સેવકોને, મારા બધા સાહેબોને વિનંતી કે, આપ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. વિનંતીસહ કહેવું પડે છે કે, નગરજનોનો સંતોષ એજ આપણી અહમ ભૂમિકા હોવી જોઇએ. એમાં કોઇ ભાજપ-કોંગ્રેસ વાદ નથી. પબ્લીક કો દિક્કત નહીં આતી હૈ, જો કામ કરતા હૈ, ઔર કરવાતા હૈ ઉસકો આતી હૈ.
પ્રજાએ આપણને ક્યારે નિરાશ નથી કર્યા
વધુમાં તેમણે જણાવ્યું કે, સાવલી ડેસર, સાવલી નગરનું નામ છે ગુજરાતમાં, તે પ્રમાણે મારા નગરના વિકાસમાં મને સંતોષ નથી. પ્રજાએ આપણને ક્યારે નિરાશ નથી કર્યા, જ્યારે જ્યારે વોટ લેવા ગયા હોય તો આપણી પર ભરોસો રાખીને આપણને વોટ આપ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : પૂરમાં પાણી નથી ભરાયા ત્યાં વરસાદી કાંસ બનાવવા તંત્ર તત્પર બન્યું


