Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પેપર રોલ બનાવતી કંપનીનો મુદ્દામાલ ભીષણ આગમાં સ્વાહા

VADODARA : ફાયર લાશ્કરોએ આગ પર ચોતરફથી પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકની મહેનત બાદ સ્થિતી પર કાબુ મેળવવામાં લાશ્કરોને સફળતા મળી
vadodara   પેપર રોલ બનાવતી કંપનીનો મુદ્દામાલ ભીષણ આગમાં સ્વાહા
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા સાવલીના લામડાપુરા (SAVLI - LAMDAPURA) માં આવેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા પેપર રોલ બનાવતા એકમમાં ગતરાત્રે એકાએક આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટમાં એકમમાં મોટી માત્રામાં રાખવામાં આવેલો મુદ્દામાલ આગમાં હોમાઇ ગયો હતો. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તુરંત તેઓ દોડી આવ્યા હતા. અને ચોતરફથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ઘટના સમયે વિજ કંપની તથા સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી.

પેપર મટીરીયલ હોવાથી આગ ઝડપથી પ્રસરી

વડોદરા શહેર તથા જિલ્લામાં મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાં એન્જિનીયરીંગથી લઇને કેમિકલ ક્ષેત્રના મોટા એકમોનો સમાવેશ થાય છે. વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીના લામડાપુરાના શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગતરાત્રે ચાર્વી ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. કંપનીમાં પેપર મટીરીયલનો મોટી માત્રામાં સામાન મુકવામાં આવેલો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. ઘટનાને પગલે આસપાસના એકમોમાં દોડધામ મચી જવા પામી હતી.

Advertisement

વિજ કંપની તથા સ્થાનિક પોલીસના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા

ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવાત લાશ્કરો તુરંત દોડી આવ્યા હતા. અને આગ પર ચોતરફથી પાણીનો મારો ચલાવ્યો હતો. જેથી કલાકની મહેનત બાદ સ્થિતી પર કાબુ મેળવવામાં લાશ્કરોને સફળતા મળી હતી. ઘટનાની જાણ થતા વિજ કંપની તથા સ્થાનિક પોલીસના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ પર કાબુ મેળવતા સુધી વિજ કનેક્શન બંધ કરવામાં આવ્યું હતું. કંપની બંધ હોવાના કારણે કોઇ જાનહાની થઇ ન્હતી. આ ઘટનામાં આગ લાગવા પાછળનું સાચુ કારણ જાણવા માટે ફાયર બ્રિગેડ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : શહેરના બે મહત્વના ઓવરબ્રિજ 31 દિવસ માટે બંધ

Tags :
Advertisement

.

×