Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બાળકીના ગળામાં ફસાયેલો LED બલ્બ માંડ બહાર કઢાયો

VADODARA : ગળામાં ખૂંચતી વસ્તુ કાઢવા જતા માતાની આંગળીએ ખૂંચતા દિકરીના ગળામાં એલઇડી બલ્બ ફસાયો હોવાનો અંદાજો સ્પષ્ટ થયો હતો.
vadodara   બાળકીના ગળામાં ફસાયેલો led બલ્બ માંડ બહાર કઢાયો
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલી નજીતના ડેસરના શેખ ફળિયામાં રહેતા અકીલહુસેન દિવાનની 4 વર્ષની પુત્રી જુનિયર કેજી માં અભ્યાસ કરે છે. 16, માર્ચના રોજ રાત્રે 8 વાગ્યે દિકરી બજારમાંથી ચોકલેટ લાવીને ખાતી હતી. ચોકલેટ ખાધા બાદ બાળકી રમતમાં લાગી ગઈ હતી. તેવામાં એલઇડી લાઇટનો નાનો બલ્બ હાથમાં આવી જતા મોઢામાં મૂકી રમત રમવા લાગી હતી. (LED BULB STUCK IN GIRL CHILD THROAT REMOVE BY DOCTOR - SAVLI-DESAR, VADODARA RURAL)

અનેક પ્રયત્નો છતાં તે કાઢી શકાયો ન્હતો

રમત દરમિયાન એલઈડી બલ્બ તે ગળી જતા બલ્બ તેના ગળામાં ફસાઇ ગયો હતો. તુરંદ બાળકી તેની માતા પાસે પહોંચી હતી. માતાએ દિકરીના ગળામાં ફસાયેલા બલ્બને હાથ વડે કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. અનેક પ્રયત્નો છતાં તે કાઢી શકાયો ન્હતો. તેવામાં માતાની આંગળીએ ખૂંચતા દિકરીના ગળામાં એલઇડી બલ્બ ફસાયો હોવાનો અંદાજો સ્પષ્ટ થયો હતો.

Advertisement

એન્ડોસ્કોપી કરીને ફસાયેલો લાઇટનો બલ્બ કાઢવામાં આવ્યો

ત્યાર બાદ દિકરીને ડેસરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. તે બાદ તેની સોનોગ્રાફી અને એક્સરે કરાવતા એલઇડી બલ્બ જોવા મળ્યો હતો. ત્યાર બાદ દિકરીને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લાવવામાં આવી હતી. જ્યાં નિષ્ણાંત તબિબ દ્વારા એન્ડોસ્કોપી કરીને એક કલાકની મહેનત બાદ ફસાયેલો લાઇટનો બલ્બ કાઢવામાં આવ્યો હતો.

Advertisement

પોતાનું વ્હાલસોયું ગુમાવવાનો વારો પણ આવી શકે

આ દરમિયાન માતા-પિતાનો જીવ અદ્ધર રહ્યો હતો. આ કિસ્સો નાના બાળકોને ગમે તે વસ્તુ રમવા આપતા માતા-પિતા સામે લાલ બત્તી સમાન છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો માતા-પિતાએ પોતાનું વ્હાલસોયું ગુમાવવાનો વારો પણ આવી શકે છે. જો કે, કિસ્સામાં બાળકીના ગળામાં ફસાયેલો બલ્બ સફળતાપૂર્વક કાઢી નાંખવામાં આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો --- VADODARA : ઉધારીમાં દારૂ પીતા આધેડની ધૂલાઇ

Tags :
Advertisement

.

×