Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : "ડો. અરોરાને કેમ હેરાન કરે છે..!", કહી મુક્કા વરસાવ્યા

VADODARA : વડોદરા (VADODARA) ના સાવલી (SAVLI) માં આવેલી દેવ હોસ્પિટલમાં (DEV HOSPITAL - SAVLI) થી પાણી છોડતા ખેતરના પાકને નુકશાન પહોંચ્યું હતું. તે મામલે રજુઆત કરવા જતા પહેલા ડોક્ટર અરોરાએ ફોન પર માથાકુટ કરી હતી. અને ત્યાર બાદ તેમના...
vadodara    ડો  અરોરાને કેમ હેરાન કરે છે      કહી મુક્કા વરસાવ્યા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના સાવલી (SAVLI) માં આવેલી દેવ હોસ્પિટલમાં (DEV HOSPITAL - SAVLI) થી પાણી છોડતા ખેતરના પાકને નુકશાન પહોંચ્યું હતું. તે મામલે રજુઆત કરવા જતા પહેલા ડોક્ટર અરોરાએ ફોન પર માથાકુટ કરી હતી. અને ત્યાર બાદ તેમના પરિચીત અબ્બાસભાઇ અને તેમના છોકરાઓએ ગેરવર્તણુંક કરી હતી. આખરે આ મામલો પોલીસ મથક પહોંચ્યો છે. અને ત્રણ સામે ફરિયાદ નોંધાવવા પામી છે.

સ્ટાફ પાસે ડોક્ટર અરોરાનો નંબર માંગતા તમણે આપવાનો ઇનકાર કર્યો

વાઘોડિયા પોલીસ મથકમાં વિજયભાઇ ગોરધનભાઇ પટેલ (રહે. જાવલા ગામ, સાવલી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 16, ઓક્ટોબરના રોજ સવારે તેઓ દેવ હોસ્પિટલ, સાવલીની બાજુમાં દાણે રાખેલી જમીનમાં વાવેલા દિવેલના પાકની સ્થિતી જોવા માટે ગયા હતા. ત્યાં જઇને જોતા દેવ હોસ્પિટલનું પાણી ખેતરમાં છોડી દેવામાં આવતા નુકશાન પહોંચ્યું હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. જે બાદ તેઓ ડોક્ટરને કહેવા માટે ગયા હતા. પરંતુ તેઓ હાજર ન્હતા. અને સ્ટાફ પાસે ડોક્ટર અરોરાનો નંબર માંગતા તમણે આપવાનો ઇનકાર કર્યો હતો.

Advertisement

હવેથી નામ લીધું તો જાનથી મારી નાંખીશું

દરમિયાન હોસ્પિટલમાંથી કોઇકે માજી સરપંચને ફોન કર્યો હતો. જેથી તેમણે ફોન પર જણાવ્યું કે, તમે ત્યાં બેસો હું આવું છું. બાદમાં તેઓ આવ્યા હતા. અને ડો. અરોરા સાથે ટેલિફોનીક વાત કરાવી હતી. જેમાં ડો. અરોરા તેમના પર ગુસ્સો થઇ ગયા હતા. અને તેમની ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ તેઓ ગામની સીમમાં બીજા ખેતરે જતા રહ્યા હતા. ત્યાં દેવ હોસ્પિટલના વહીવટકર્તા ભાટીયાભાઇ તેમની જોડે વાત કરતા હતા. દરમિયાન દેવ હોસ્પિટલમાં કામ કરતા અબ્બાસભાઇ સૈયદ ત્યાં આવ્યા હતા. અને તેમના બે છોકરાઓને બોલાવ્યા હતા. તેમણે કહ્યું કે, ડો. અરોરા સાહેબને કેમ વારે ઘડીએ હેરાન કરે છે. હવેથી નામ લીધું તો જાનથી મારી નાંખીશું. તેમ ધમકી આપીને મુક્કા વરસાવ્યા હતા. દરમિયાન ભાટીયા ભાઇ અને માજી સરપંચે છોડાવા પડતા ત્રણેય નાસી છુટ્યા હતા. જે બાદ તેઓ પોલીસ મથક પહોંચ્યા હતા. જ્યાં આંખે અંધારા આવી જતા સારવાર અર્થે પ્રથમ સરકારી હોસ્પિટલ, સાવલી અને ત્યાર બાદ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા.

Advertisement

ચાર સામે ફરિયાદ દાખલ

આખરે ઉપરોક્ત મામલે ડો. અરોરા (દેવ હોસ્પિટલ)સ અબ્બાસ ભાઇ સૈયદ (રહે. ગોઠડા, સાવલી) અને તેમના બે છોકરાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓને દબોચી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો -- Khambhalia: દ્વારકાના ખંભાળિયામાં લૂંટારાનો પોલીસને સીધો પડકાર, પોલીસ સ્ટેશન નજીક દિલધડક લૂંટની ઘટના

Tags :
Advertisement

.

×