Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સાવલીની ટોરેસીડ કંપનીમાં ભીષણ આગ, કારણ અકબંધ

VADODARA : વડોદરા જિલ્લામાં માર્ચ માસના અંતિમ દિવસોમાં કંપનીમાં આગ લાગવાની ઘટનાઓ વધુ સામે આવી રહી હોવાની લોકચર્ચાએ સ્થાન લીધું છે
vadodara   સાવલીની ટોરેસીડ કંપનીમાં ભીષણ આગ  કારણ અકબંધ
Advertisement

VADODARA : વડોદરા જિલ્લામાં આવતા સાવલીની મંજુસર જીઆઇડીસીમાં આવેલી ટોરેસીડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ કંપની ટાઇલ્સનો પાવડર બનાવતી હોવાનુ જાણવા મળી રહ્યું છે. માર્ચ માસના અંતિમ દિવસોમાં કંપનીઓમાં આગ લાગવાની ઘટનાઓ વધુ જોવા મળતા તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે. ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તેઓ તુરંત દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો તેજ કરી દીધા હતા. (Torrecid India Private Limited company caught fire - Savli, Vadodara)

Advertisement

આગમાં ધૂમાડાના ગોટેગોટા દુર સુધી જોઇ શકાતા હતા

એક પછી એક કિસ્સાઓ સામે આવતા વડોદરા જિલ્લામાં માર્ચ માસના અંતિમ દિવસોમાં કંપનીમાં આગ લાગવાની ઘટનાઓ વધુ સામે આવી રહી હોવાની લોકચર્ચાએ સ્થાન લીધું છે. અગાઉ અનેક કંપનીમાં આગની નાની-મોટી ઘટના સામે આવી હતી. જેમાં આગ લાગવા પાછળનું કોઇ સ્પષ્ટ કારણ હજીસુધી સામે આવ્યું નથી. આ વચ્ચે આજે સવારે સાવલીની મંજુસર જીઆઇડીસીમાં આવેલી ટોરેસીડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આગમાં ધૂમાડાના ગોટેગોટા દુર સુધી જોઇ શકાતા હતા. જેને પગલે વિસ્તારમાં ભારે દહેશત વ્યાપી જવા પામી છે.

Advertisement

4 થી વધુ ફાયર ફાઇટરો દોડી આવીને સ્થિતી કાબુમાં લેવા કામે લાગ્યા

ઘટના અંગે જાણ થતા જ ફાયરના લાશ્કરો દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો તેજ કરી દીધા હતા. આ ઘટનાની જાણ થતા શરૂઆતમાં 4 થી વધુ ફાયર ફાઇટરો દોડી આવીને સ્થિતી કાબુમાં લેવા કામે લાગ્યા હતા. આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર હજી સુધી સામે આવ્યા નથી. આ કંપની ટાઇલ્સનો પાવડર બનાવતી હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું છે. આગ લાગવા પાછળનું કોઇ ચોક્કસ કારણ પણ હજી સુધી જાણવા મળી શક્યું નથી.

આ પણ વાંચો --- VADODARA : કિન્નર અખાડાનાં મહામંડલેશ્વર એરપોર્ટ પર સલવાયા

Tags :
Advertisement

.

×