Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ટુંડાવ ગામે મંડળીમાં ગેરવહીવટનો આરોપ, પશુપાલકોએ દૂઘ વહાવ્યું

VADODARA : પશુપાલકો દ્વારા બરોડા ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન તથા જિલ્લા રજીસ્ટ્રારને રજુઆતો કરવામાં આવી છે. હવે કાર્યવાહીની વાટ જોઇ રહ્યા છે.
vadodara   ટુંડાવ ગામે મંડળીમાં ગેરવહીવટનો આરોપ  પશુપાલકોએ દૂઘ વહાવ્યું
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં (VADODARA RURAL) આવતા સાવલીના ટુંડાવ (SAVLI, TUNDAV - VADODARA RURAL) ગામે કાર્યરત દૂધ મંડળી દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની રાવ ઉઠી હતી. જેને પગલે તાજેતરમાં પશુપાલકો દ્વારા જિલ્લા રજીસ્ટ્રારને આવેદન પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ વિરોધના ભાગરૂપે પશુપાલકોએ મંડળીની ઓફિસ બહાર જ દૂધ વહેવડાવીનો પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. હવે આ મામલે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે, તે જોવું રહ્યું.

બોનસની વહેંચણી યોગ્ય રીતે કરવામાં આવી નથી

પશુપાલકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, દૂઘ ઉત્પાદન મંડળી જર્જરિત હાલતમાં થઇ ગઇ છે. ત્રણ વખત રજુઆત કરવામાં આવી છે. અમે આજે ડેરીને બંધ કરીને તેને તાળુ મારી દીધું છે. અને દૂધ રસ્તા પર વહેવડાવી દીધું છે. અમને બોનસની વહેંચણી યોગ્ય રીતે કરવામાં આવી નથી. ડેરીની થાપણમાં પણ ગેરરીતિ આચરી હોવાની આશંકા છે. સંચાલકો અમને પાંચ વર્ષનો કોઇ હિસાબ આપતા નથી.

Advertisement

પશુપાલકોને ન્યાય મળે તેવી અમે આશા રાખી રહ્યા છે

અગ્રણીએ મીડિયાને જણાવ્યું કે, પશુપાલકો સાથે અન્યાય થતા તાજેતરમાં, પશુપાલકોને ન્યાય નથી મળ્યો, પશુપાલકો મુખ્ય આધાર છે. પશુપાલકોએ ચેરમેનને રજુઆત કરી હતી કે, અમારે ત્યાં ડેરીમાં કોઇ હિસાબ મળતો નથી. મનફાવે તેમ ડેરી ચલાવવામાં આવે છે. તેમ છતાં હિસાબ મળ્યો નથી. ડેરીના પ્રમુખ, મંત્રીને મળવાની તારીખ માંગવામાં આવી છે. પરંતુ તેઓ આપતા નથી. પશુપાલકોને ન્યાય મળે તેવી અમે આશા રાખી રહ્યા છે. આ અંગે બરોડા ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન તથા જિલ્લા રજીસ્ટ્રારને લેખિતમાં રજુઆતો કરવામાં આવી છે. જેની કોપી અમારી પાસે છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ચોકલેટ મોંઘી લાગે તે હદે સીઝનલ શાકભાજીના ભાવ ગગડ્યા

Tags :
Advertisement

.

×