Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : અમદાવાદ જવા નીકળેલા યુવકનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યો

VADODARA : આજે સવારના સમયે ખેતમજૂરો કામ કરવા માટે જતા હતા, દરમિયાન તેમની નજર મૃતદેહ પર પડતા તેમણે પોલીસને જાણ કરી હતી.
vadodara   અમદાવાદ જવા નીકળેલા યુવકનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યો
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા સાવલી (SAVLI) ના પરથમપુરા ગામની સીમમાં રોડ સાઇડમાં આજે સવારે મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સવારે અમદાવાદ જવા માટે નિકળેલા યુવકનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકો એકત્ર થઇ ગયા હતા. અને પોલીસને જાણ કરવામાં આવતા તેઓ પણ પહોંચ્યા હતા. સમગ્ર ઘટના અંગે સાવલી પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ખેતમજૂરો કામ કરવા માટે જતા હતા તેવામાં નજર મૃતદેહ પર પડી

આજરોજ સાવલી પંથકમાં ચકચારી ઘટના સામે આવી છે. જે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સાવલીના અજબપુરા ગામનો વતની યુવાન રાજેશભાઇ ઉદેસી પરમાર (ઉં. 26) અમદાવાદ જવાનું હોવાનું પરિવારને જણાવીને ઘરેથી નીકળ્યો હતો. દરમિયાન તેનો મૃતહેદ પરથમપુરાની સીમમાંથી મળી આવ્યો હતો. ખેતમજૂરો કામ કરવા માટે જતા હતા, તેમની નજર મૃતદેહ પર પડતા તેમણે પોલીસને જાણ કરી હતી. ધટના સ્થળ પાસેથી મૃતકની બાઇક પણ મળી આવી હતી.

Advertisement

પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો

પ્રાથમિક દ્રષ્ટિએ મૃતકના માથે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને તેના હાથ તુટેલા હોવાનું જણાઇ આવતું હતું. ઘટના અંગે જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સાવલીના જમનોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. અતિ ગંભીર ઇજાઓના પગલે મૃકતનો અકસ્માત થયો હોવાનું તારણ હાલ તબક્કે ચર્ચાઇ રહ્યું છે. ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. હવે પોલીસ તપાસમાં શું સામે આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સામુહિક દુષકર્મના આરોપીનો પોલીસ કસ્ટડીમાં જીવન ટુંકાવવાનો પ્રયાસ

Tags :
Advertisement

.

×