Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વિદ્યાર્થીના પેન્ટ પર શાળાનો લોગો ના હોવાથી કાઢી મુકાયાનો આરોપ

VADODARA : મેનેજમેન્ટને રજુઆત કરી, ત્યારે તેમણે ઉદ્ધતાઇપૂર્વક કહ્યું કે, શાળાની પોલીસી છે. જો તમને વાંધો હોય તો શાળા બદલી નાંખો - વાલી
vadodara   વિદ્યાર્થીના પેન્ટ પર શાળાનો લોગો ના હોવાથી કાઢી મુકાયાનો આરોપ
Advertisement

VADODARA : વડોદરાના શેરખીમાં આવેલી પોદ્દાર સ્કુલ (PODAR SCHOOL UNIFORM CONTROVERSY - VADODARA) ની જોહુકમી જાહેર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીએ સ્કુલના લોગો વાળું પેન્ટ નહીં પહેર્યું હોવાના કારણે તેના પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીને પીટીના ક્લાસમાંથી કાઢી મુકવામાં આવ્યો હોવાનો આરોપ મુકીને પેરેન્ટ્સએ હોબાળો મચાવ્યો હતો. આખરે આ મામલે ઓલ ગુજરાત વાલી મંડળના દિપક પાલકરને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા. અને વાલી તરફે ધારદાર રજુઆતો કરી હતી. જે બાદ મામલો શિક્ષણાધિકારી સુધી પણ પહોંચ્યો હતો.

Advertisement

પીટીના ક્લાસમાંથી વિદ્યાર્થીને કાઢી મુકવામાં આવ્યો

વડોદરાના શેરખીમાં આવેલી પોદ્દાર સ્કુલમાં ધો - 1 માં ભણતા વિદ્યાર્થીના માતા-પિતાએ તેનો યુનિફોર્મ શાળા દ્વારા સૂચિત વેબસાઇટની જગ્યાએ અન્યત્રેથી ખરીદ્યું હતું. જેથી તેના પેન્ટ પર શાળાનો લોગો ન્હતો. જે બાબતે વિદ્યાર્થીના વાલીને શાળાએ બોલાવવામાં આવ્યા હતા. તે પહેલા જ પીટીના ક્લાસમાંથી વિદ્યાર્થીને કાઢી મુકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ શાળાએ પહોંચેલા પેરેન્ટ્સ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ ઘટના અંગે ઓલ ગુજરાત વાલી મંડળના દિપક પાલકરને જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા.

Advertisement

તમને વાંધો હોય તો શાળા બદલી નાંખો

વાલીએ શાળા સંચાલકો પર આરોપ મુકતા જણાવ્યું કે, મારા બાળકને પીટીના પીરીયડમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. જે અંગે અમે શાળા મેનેજમેન્ટને રજુઆત કરી, ત્યારે તેમણે ઉદ્ધતાઇપૂર્વક કહ્યું કે, શાળાની પોલીસી છે. જો તમને વાંધો હોય તો શાળા બદલી નાંખો. અમે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પણ ફરિયાદ કરી છે.

શાળા મેનેજમેન્ટ અને વાલીએ સમાધાનકારી વલણ અપનાવ્યું

ઉપરોક્ત મામલે એક તબક્કે શાળાના પ્રિન્સિપાલને પણ મીડિયા સમક્ષ જવાબ આપતા ફાંફાં પડી ગયા હતા. આખરે શાળા મેનેજમેન્ટ અને વાલીએ સમાધાનકારી વલણ અપનાવતા મામલો થાળે પડ્યો હતો.

આ પણ વાંચો --- VADODARA : ચકચારી ગુનામાં કન્વીક્શન રેટ વધારવા પોલીસ-વકીલનું 'સંકલન'

Tags :
Advertisement

.

×