VADODARA : ચાલુ DJ માં ધીંગાણૂં, પ્રસંગ છોડી પરિજનો હોસ્પિટલ દોડ્યા
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા માલસરમાં લગ્ન પ્રસંગ નિમિત્તે ડીજે પાર્ટીનું આયોજન હતું. જેમાં પરિજનો અને આમંત્રિતો નાચતા હતા. તેવામાં અચાનક પગ વાગતા મામલો બિચક્યો હતો. અને ફળિયામાં રહેતા ત્રણ દ્વારા લગ્નના મહેમાનોને માર મારવામાં આવ્યો હતો. જે બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. અને પ્રસંગ છોડીને પરિજનો હોસ્પિટલ દોડ્યા હતા. આખરે આ મામલે ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. (MALSAR FIGHT IN LIVE DJ - VADODARA RURAL)
પગ વાગી જતા બેફાંમ ગાળો ભાંડી
શિનોર પોલીસ મથકમાં દિનેશભાઇ ચંપકભઆઇ વસાવા એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તાજેતરમાં માલરસ ગામે રહેતા તેમના મામાની દિકરીનું લગ્ન હોવાથી છેલ્લા 10 દિવસથી તેઓ ત્યાં છે. 22, ફેબ્રુઆરીના રોજ લગ્ન નિમિત્તે ડીજે વાગતું હતું. અને તેમાં મહેમાનો અને આમંત્રિતો નાચતા હતા. તેવામાં કોઇકનો પગ વાગી જતા ફળિયામાં રહેતા શૈલેષ જયંતિભાઇ વસાવા, નરેશ ઉર્ફે રોશન ઉર્ફે નોળિયો વસાવા, ધમો મગનભાઇ વસાવા જાહેરમાં બેફામ ગાળો બોલીને ઝઘડો કરવા લાગ્યા હતા. જેથી લગ્નમાં આવેલા મહેમાનોમાંથી રાહુલભાઇ રમેશભાઇ વસાવા અને રોહનભાઇ દિનેશભાઇ ગોહિલે ત્રણેયને જણાવ્યું કે, તમે લગ્નમાં શાંતિથી નાચો. ગાળો શું કામ બોલો છો. જે બાદ ત્રણેય ઉશ્કેરાઇ ગયા હતા.
હાથ, માથું, ખભાના ભાગે ઇજાઓ પહોંચી
તેવામાં ધમો હાથમાં લાકડી લઇને આવ્યો હતો. અને તેણે મારવાનું ચાલુ કર્યું હતું. તે બાદ અન્યએ પણ મારવાનું શરૂ કર્યું હતું. બાદમાં સ્થળ પર બુમાબુમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જે બાદ હુમલાખોરોનાસી છુટ્યા હતા. ઘટનામાં ઇજાગ્રસ્તોને હાથ, માથું, ખભાના ભાગે ઇજાઓ પહોંચતા તુરંત 108 મારફતે નજીકના દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા. અને તેમની સારવાર શરૂ કરાવી હતી. ઉપરોક્ત ઘટનામાં શૈલેષ જયંતિભાઇ વસાવા, નરેશ ઉર્ફે રોશન ઉર્ફે નોળિયો વસાવા, ધમો ઉર્ફે ધર્મેન્દ્ર મગનભાઇ વસાવા (તમામ રહે. અંબાજી ફળિયું, માલસર, શિનોર, વડોદરા ગ્રામ્ય) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો --- VADODARA : ધોળે દહાદે હાથફેરો કરતો રીઢો તસ્કર ઝબ્બે, 5 ગુના ઉકેલાયા


