VADODARA : ગૌ સેવા અને વિદ્યાદાન થકી જન્મદિવસની ઉજવણીને વિશેષ બનાવતો 'શ્રવણ'
VADODARA : વડોદરાના (VADODARA) શ્રવણ સેવા (SHRAVAN SEVA) ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠક્કર દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે ગૌ સેવા અને વિદ્યાદાનનો અનોખો સંકલ્પ પૂર્ણ કર્યો છે. તેમણે 301 કિલોની ડ્રાયફ્રુટથી લબાલબ લાપસી વાળી કેક ગૌ માતાને અર્પણ કરી છે. અને પોતાના જન્મદિવસની ઉજવણીમાં તેમને સામેલ કરવાનો પ્રયત્ન કર્યો છે. સાથે જ 2500 ચોપડાંનું શિક્ષણ સમિતિમાં દાન કરવામાં આવ્યું છે. વડોદરામાં પૂર બાદ બાળકોનું શિક્ષણ ના બગડે તે માટે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા આશરે 6 હજાર જેટલા ચોપડાંનું વિતરણ કરવામાં આવ્યું છે. પૂર બાદ એક સંસ્થા દ્વારા આ પ્રકારે પહેલો મોટો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું નીરવ ઠક્કરનું માનવું છે (UNIQUE BIRTHDAT CELEBRATION).
ગૌ સેવા કરી શકાય તેવા પ્રયાસ સાથે ઉજવણી કરાવાનો આગ્રહ રાખવો
નીરવ ઠક્કર જણાવે છે કે, અમે વિતેલા ચાર વર્ષથી ફૂટપાથ પર જીવન વ્યતિત કરવા મજબુર નિસહાય વૃદ્ધો અને પાંજરાપોળમાં આશરો લેતી ગૌ માતા માટે સેવાકાર્યો કરી રહ્યા છે. આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે મેં 301 કિલોની ડ્રાયફ્રુટથી લબાલબ લાપસીની કેકને ગૌ માતા સાથે કાપ્યા બાદ તેમને અર્પણ કરી છે. આ કેકને આકર્ષક બનાવવા માટે મોટા ત્રાંસામાં પાથરીને તેની ફરતે ફળોથી સજાવવામાં આવી હતી. ગૌ માતાના ભોજનકક્ષમાં તેને વચ્ચોવચ મુકીને તેમને અર્પણ કરી છે. સામાન્ય રીતે લોકો જન્મદિવસ પર બેકરીની કેક ખાતા-ખવડાવતા હોય છે. જે ખાવી બિનઆરોગ્યપ્રદ હોવાની સાથે તેનો બગાડ પણ ઘણો થતો હોય છે. ત્યારે લોકોએ અભિગમ બદલીને ગૌ સેવા કરી શકાય તેવા પ્રયાસ સાથે ઉજવણી કરાવાનો આગ્રહ રાખવો જોઇએ. આપણી ઉજવણીમાં આપણી સંસ્કૃતિ અને સંસ્કાર છલકાવવા જોઇએ, તે આજના સમયે જરૂરી છે.
પૂર બાદ સૌથી વધુ સંખ્યામાં નિશુલ્ક ચોપડાં અમે વિતરણ કર્યા
વધુમાં નીરવ ઠક્કર જણાવે છે કે, વડોદરા શહેરમાં આવેલા પૂરમાં વિદ્યાર્થીઓના ચોપડાં બિનઉપયોગી બન્યા હતા. ત્યારે અમારા દ્વારા 6 હજારથી વધુ ચોપડાંનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. આ પૈકી 2400 થી વધુ ચોપડાંના અંતિમ જથ્થાને વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને આપવામાં આવ્યા છે. તેઓ જરૂરિયાત પ્રમાણે વિદ્યાર્થીઓને પહોંચાડશે. મને વિશ્વાસ છે કે, પૂર બાદ એક સંસ્થા તરીકે આટલી મોટી સંખ્યામાં ચોપડાં વિતરણ કરવાનું કાર્ય કરવાનો પ્રયાસ કરવામાં અમને સફળતા મળી છે.
આ પણ વાંચો --- VADODARA : 'શિવજી કી સવારી'ના ખર્ચની ઘૂંચ ઉકેલાઇ


