Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સામ-સામે બાઇક અથડાતા ત્રણના મોત

VADODARA : સાસરીમાં જવા દરમિયાન મોડી સાંજે સેગવાથી આગળ સીમળી નજીક નર્મદા કેનાલ પાસે અન્ય બાઇક જોડે ગમખ્વાર અકસ્માત સર્જાયો
vadodara   સામ સામે બાઇક અથડાતા ત્રણના મોત
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) અંતર્ગત આવતા શિનોર (VADODARA - SINOR) ના સીમડી પાસે નર્મદા કેનાલ નજીક તહેવાર ટાણે મોડી સાંજે બે બાઇક સામ સામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બંને બાઇકના ચાલક સહિત આઠ વર્ષની બાળકીનું સ્થળ પર મૃત્યુ થયું છે. જ્યારે અન્ય ચારને મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્તો પૈકી એક ચાર વર્ષની બાળકીને વધુ ઇજા હોય વડોદરા સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે.

સીમળી નજીક નર્મદા કેનાલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો

ડભોઇ તાલુકાના વણાદરા ગામે રહેતા દિનેશ કરસન વસાવા પોતાની સીમડી ગામ ખાતે આવતી સાસરીમાં બેસતા વર્ષે મળવા માટે પોતાની પત્ની સેજલ તથા ત્રણ દીકરીઓ ને લઈને બાઇક પર નીકળ્યા હતા. દરમિયાન મોડી સાંજે સેગવાથી આગળ સીમળી નજીક નર્મદા કેનાલ પાસે અન્ય બાઇક જોડે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સામેથી આવતી એક મોટરસાયકલ સાથે જોરદાર અથડાતા બંને ચાલકો નીચે પડી ગયા હતા.

Advertisement

દીકરીને વધારે ઇજા થવાથી સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી

બંને બાઇક ધડાકાભેર અથડાતા સીમડી ગામના લોકો દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્તોની સારવાર માટે 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તમામને એમ્બ્યુલન્સ મારફતે મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં હાજર પરના હાજર ડોક્ટરે દિનેશભાઈ કરસનભાઈ વસાવા તથા દીકરી જાનવી ને મૃત જાહેર કર્યા હતા. અને અન્ય બાઇકના ચાલક દહરિયા ભાઈ ભીલને પણ મરેલા જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં મૃતક દિનેશભાઈ ની દીકરી ખુશીને વધારે ઇજા થઈ હોવાથી વડોદરા સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી.

Advertisement

પીએસઆઇને વધુ તપાસ સોંપાઇ

દિનેશભાઈ ની પત્ની સેજલબેન દ્વારા શિનોર પોલીસ સ્ટેશનને સામેવાળા દહરિયાભાઈ પાડવીભાઈ ભીલ (રહે. મોટા ફોફળિયા) સામે ફરિયાદ નોંધાવેલ છે. દહરિયાભાઈ ની પાછળ બેઠેલી દીકરીને પણ ઇજા થઈ હોવાથી મોટા ફોકડીયા દવાખાને દાખલ કરાયેલ છે. શિનોર પોલીસ મથકના પી.એસ.આઇ. આ મામલાની વધુ તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો -- પાટણમાં નવા વર્ષના દિવસે જ વિનાશકારી આગજનીની દુર્ઘટના સર્જાઈ

Tags :
Advertisement

.

×