VADODARA : સ્માર્ટ સિટીની વ્યથા, 26 લાખની વસ્તી સામે માત્ર 8 ફૂડ ઇન્સ્પેક્ટર
VADODARA : વડોદરા (VADODARA) ને સ્માર્ટ સિટી (SMART CITY) ની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહી છે. પરંતુ તેને હકીકતે લાગુ કરવામાં તંત્ર કેટલું ઉણું ઉતર્યું છે, તે વાત કોઇનાથી છુપી નથી. તાજેતરમાં સપાટી પર આવ્યું કે, શહેરમાં 26 લાખની વસ્તી સામે 8 જ ફૂડ ઇન્સ્પેક્ટર છે. હકીકતે શહેરભરની વસ્તીને ધ્યાને રાખીને 40 જેટલા ફૂડ ઇન્સ્પેક્ટરની જરૂરત છે. ત્યારે શહેરવાસીઓના આરોગ્ય માટે આ વાત કેટલી જોખમકારક છે, તેનો અંદાજો લગાડવો આસાન છે.
ખોરાક શાખાની કામગીરી પર તેની અસર વર્તાઇ રહી છે
સ્માર્ટ સિટી વડોદરાની પાલિકામાં અધિકારીઓની ધટ આજનો વિષય નથી. મોટા ભાગના વિભાગોમાં અધિકારીઓ વધારાની જવાબદારીના ભારણ સાથે કામ કરી રહ્યા છે. આ વચ્ચે પાલિકાના ખોરાક શાખાની હાલત તો વધારે ચિંતાજનક હોવાનું સપાટી પર આવ્યું છે. શહેરની 26 લાખની વસ્તી સામે પાલિકા પાસે માત્ર 8 ફૂડ ઇન્સ્પેક્ટર છે. જેના કારણે ખોરાક શાખાની કામગીરી પર તેની અસર વર્તાઇ રહી છે. ખરેખરમાં તો શહેરની વસ્તીને ધ્યાને રાખીને 40 ફૂડ ઇન્સ્પેક્ટરોની જરૂર જણાય છે. છતાં આટલી મોટી જરૂરિયાત સામે પાલિકાનું તંત્ર આંખ મીચાણા કરીને માત્ર 3 જેટલા જ ફૂટ ઇન્સ્પેક્ટરોની ભરતી હાલ કરી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇને હવે વિરોધ પક્ષના નેતા મેદાને આવ્યા છે.
ખોરાકમાંથી જીવડા નીકવાની ઘટના સામે આવે છે
વડોદરા પાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવનું કહેવું છે કે, વડોદરા શહેરનું આરોગ્ય વિભાગ ખાડે ગયું છે. શહેરમાં મોટાપાયે બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. સમયાંતરે ખોરાકમાંથી જીવડા નીકવાની ઘટના સામે આવે છે. ત્યારે પાલિકા દ્વારા માત્ર 3 - 4 ફૂડ ઇન્સ્પેક્ટરો લેવાની વાત કરવામાં આવે છે. ખરેખર શહેરમાં 40 - 50 જેટલા ફૂડ ઇન્સ્પેક્ટરો મુકવા જોઇએ. જેનાથી લોકોના પેટમાં જતા ખાદ્ય પદાર્થોની ચકાસણી યોગ્ય રીતે કરી શકાય.
આ પણ વાંચો -- VADODARA : ઇલેક્ટ્રિક પેનલમાંથી દારૂ શોધવા પોલીસ ડીસમીસ લઇને કામે લાગી


