Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સ્માર્ટ વિજ મીટરને આવકાર આપી લોકજાગૃતિનો અનોખો પ્રયાસ

VADODARA : વીજ કંપની તથા તેની સાથે સંકળાયેલા લોકો દ્વારા અનોખી રીતે લોકજાગૃતિનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેનો વીડિયો સામે આવ્યો છે
vadodara   સ્માર્ટ વિજ મીટરને આવકાર આપી લોકજાગૃતિનો અનોખો પ્રયાસ
Advertisement

VADODARA : વડોદરામાં ગત ઉનાળામાં સ્માર્ટ વીજ મીટરનો કકળાટ સામે આવ્યો હતો. ત્યાર બાદ થોડાક સમય માટે તેના પર રોક લગાડવામાં આવી હતી. જે હવે હટાવી દેવામાં આવી છે. આ વખતે સ્માર્ટ વીજ મીટરને લઇને લોકજાગૃતિ માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તાજેતરમાં વીજ કંપની સાથે જોડાયેલા વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળના ઉપપ્રમુખના ઘરે સ્માર્ટ વીજ મીટરનું સામૈયુ કરીને તેને આવકાર આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આવા પ્રયાસો સામાન્ય જનતામાં કેટલી લોકજાગૃતિ લાવશે, તે તો આવનાર સમય જ બતાવશે. (SMART ELECTRICITY METER GOT TRADITIONAL WELCOME - VADODARA)

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવ્યો

અગાઉ વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો પુરજોશમાં વિરોધ થયો હતો. કદાચ તેટલો ઉગ્ર વિરોધ રાજ્યમાં બીજે કશે જોવા મળ્યો ન્હતો. એક તબક્કે સ્માર્ટ વીજ મીટર લગાડવાના કાર્ય પર રોક મુકી દેવામાં આવી હતી. જે હવે હટાવી લેવામાં આવી છે. આ વખતે વીજ કંપની તથા તેની સાથે સંકળાયેલા લોકો દ્વારા અનોખી રીતે લોકજાગૃતિનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળના ઉપપ્રમુખ પૃથ્વીરાતસિંહ ગોહિલના ઘરે સ્માર્ટ વીજ મીટરનું પુત્રી દ્વારા સામૈયું કરીને વધામણાં કરવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવ્યો છે.

Advertisement

રોજેરોજનો વપરાશ જાણી શકાશે

સમગ્ર ઘટના અંગે તેમનું કહેવું છે કે, આપણે સ્માર્ટ થઇ રહ્યા છે. સ્માર્ટ વીજ મીટરમાં ચોક્કસ સમય દરમિયાન રીડિંગમાં રાહત આપવામાં આવે છે. જો બીલ ભરપાઇ કરવાની રહી જાય તેવા સંજોગોમાં પણ રાહત થાય મળે તેવું આયોજન છે. અત્યાર સુધી દર બે મહિને બીલ આવતું હતું, જેમાં કેટલાક પરિવારોનું બજેટ ખોરવાતું હતું. હવે સ્માર્ટ વીજ મીટર થકી રોજેરોજનો વપરાશ જાણી શકાશે. સ્માર્ટ વીજ મીટર અંગેની અલગ અલગ અફવાહો છે. અંધવિશ્વાસ અને વાતો કરવાથી ઇતિહાસ ક્યારે રચાતા નથી

Advertisement

આ પણ વાંચો --- VADODARA : કપિરાજે કૂદકો મારતા ઇંટ પડી, વૃદ્ધનું માથું ફૂટ્યું

Tags :
Advertisement

.

×