VADODARA : તહેવાર ટાણે SMC નો સપાટો, દારૂ સહિત રૂ. 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
VADODARA : વડોદરા (VADODARA) માં તહેવાર ટાણે દારૂના વેપલા પર સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL) દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં વાઘોડિયા રોડ પર આવેલા આવાસ યોજનાના મકાનમાં દરોડો પાડીને રૂ. 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાના કારણે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ છે.
કુલ રૂ. 15.58 લાખનો મુદ્દામાલ જપ્ત
દારૂ તથા અન્ય દુષણો ડામવા માટે રાજ્યભરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL) ની ટીમો સતત પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં વડોદરાના કપુરાઇ પોલીસ મથક વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ પરના નુર્મ આવાસ યોજનાના મકાનોમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં ઘરમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોને રૂ. 9.06 લાખનો વિદેશી દારૂ, મોબાઇલ રૂ. 40 હજાર, વાહનો રૂ. 6.10 લાખ, રોકડા મળીને કુલ રૂ. 15.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે.
કાર્યવાહીમાં પાંચની અટકાયત
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોએ ભાવેશ ચંદ્રકાંત રાજપૂત (રહે. નૂર્મ આવાસ યોજના વડોદરા શહેર) (દારૂ ની ગાડી માંગવનાર તથા વેચન કર્નાર મુખી આરોપી), નીરવ ભરતભાઈ પટેલ (રહે. વિશ્વકર્મા ગાદી કુટીર, વાગોડિયા રોડ વડોદરા શહેર), કેતન જીતેન્દ્રભાઈ રાણા (રહે, આશાપુરી નગર, વૈકુંઠ સોસાયટી 1, વડોદરા શહેર), (ડ્રાઈવર), આતિશ વિનોદભાઈ ઠાકોર (રહે, જય નારાયણ નગર- 2, પ્રતાપ નગર, વડોદરા શહેર) (દારૂ લેવા આવાનાર ગ્રાહક), જયેશ ઈશ્વરભાઈ કહાર રહે.બ્લોક નં 6,મકન નંબર 10,નૂર્મ આવાસ યોજના વડોદરા શહેર (દારૂ નો ટેમ્પો ખલી કરનાર મજુર) ની અટકાયત કરીને વધુ કાર્યવાહી અર્થે કપુરાઇ પોલીસ મથકને સોંપ્યા છે.
છ વોન્ટેડ જાહેર
આ મામલે બાબુ (રહે, ઉકાજી ની વાડી, વડોદરા શહેર) (દારૂ નો ટેમ્પો ખલી કરનાર મજુર), પ્રવિણ (બાબુ નો મિત્ર) (દારૂ નો ટેમ્પો ખલી કરનાર મજુર), બાબુ નો મિત્ર (દારૂ નો ટેમ્પો ખલી કરનાર મજુર), બલદેવસિંહ જાટ (રહે, ઈન્દોર મધ્યપ્રદેશ), (દારૂ નો જાથો મોકલનાર), દારૂ ભરેલ ટેમ્પો મધ્યપ્રદેશ થી લઈ અવનાર ચાલક અને ટેમ્પો મલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાને પગલે બુટલેગરોમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે. તો બીજી તરફ સ્થાનિક પોલીસે બંદોબસ્ત ચુસ્ત કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : પશુ આહારના ભુસાની આડમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપતી ગ્રામ્ય LCB


