VADODARA : SMC ના દરોડામાં 10 જુગારી ઝબ્બે, સંચાલકો ફરાર
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા શિનોર (SHINOR - VADODARA, RURAL) તાલુકાના ગરાડી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને જુગાર રમતા 10 જુગારીયા ને ઝડપ પાડ્યા છે. આ દરોડામાં રૂ. 2.17 લાખનો મુદ્દામાલ પકડ પાડવામાં આવતા સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ છે. આ દરોડામાં જુગારધામ ચલાવતા બે ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે તમામને નજીકના પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યા છે.
જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો દાખલ
સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર ના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દ્વારા કરાયેલ ફરિયાદ મુજબ, શિનોર તાલુકાના ગરાડી ગામે જુગારધામ ચાલતો હોવાની માહિતી મળતાં ખાનગી રાહે ટીમો 18 માર્ચે સાંજના છ કલાકે ગરાડી ગામની મોથા તલાવડી સીમ વિસ્તારમાં જુગારીયાઓ ઉપર એકાએક દરોડા પાડ્યા હતા. જેમાં કુલ 10 જુગારીયાઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જ્યારે ધંધો ચલાવનારા બે શખ્સો ભાગી ગયા છે. આ આરોપીઓ સામે શિનોર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો દાખલ કર્યો છે. પકડેલા જુગારીયા વડોદરા શહેર ,જંબુસર તાલુકો, તિલકવાડા તાલુકો, ડભોઇ તાલુકો ,કરજણ તાલુકો અને શિનોર તાલુકાના સામેલ છે.
કુલ રૂ. 2.17 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
અંગ ઝડતી અને દાવ ઉપરથી રૂ. 1.60 લાખ તથા 10 મોબાઇલના રૂયા 57 હજાર મળીને કુલ રૂ. 2.17 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જુગારીયાઓ પાસેથી નાનકડા ગરાડી ગામેથી રૂપિયા બે લાખ ઉપરાંત નો મુદ્દા માલ સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા ઝડપી પડાતાં, શિનોર પોલીસ તથા તેનો ડિ-સ્ટાફ શંકાનાા ડાયરામાં આવ્યો છે. તમામ આરોપીઓને ચાંદોદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
દરોડામાં પકડાયેલા આરોપીના નામો
1- શૈલેષ શંકર પ્રજાપતિ (વડોદરા)
2- અહેમદખા છોટુખાં ગરાસીયા (ગરાડી)
3- તલ્હા ઈસ્માઈલ પટેલ (તાલુકો જંબુસર)
4- કીર્તન ભરત બ્રહ્મભટ્ટ (વડોદરા)
5- અરવિંદ અંબુ વસાવા (તાલુકો તિલકવાડા)
6- મોહસીન અખ્તર શેખ (વીરપુર)
7- અમિત રમેશ પંચાલ (વડોદરા)
8- રાહુલ મનુ કહાર (વડોદરા)
9- મુજમિલ મયુદ્દીન મન્સુરી (ડભોઇ)
10- ઝાકીર કાલુ મલેક (ચોરંદા)
આ પણ વાંચો --- VADODARA : સ્ટંટબાજોએ હાથ જોડ્યા, કહ્યું, 'પોલીસ અમને માફ કરે'


