Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : "તબ તક રૂકેગા નહીં", ખંડેરાવ તળાવને બચાવવા ફિલ્મી સ્ટાઇલમાં પ્રયાસ

VADODARA : ઐતિહાસીક ખંડેરાવ તળાવને બચાવવા માટે જાગૃત નાગરિકો આગળ આવ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ કરાયું
vadodara    તબ તક રૂકેગા નહીં   ખંડેરાવ તળાવને બચાવવા ફિલ્મી સ્ટાઇલમાં પ્રયાસ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં વિશ્વામિત્રી નદીમાં માનવસર્જિત પૂર આવ્યા બાદ નદી, તળાવો, તેમની આપસાસના દબાણો સહિતના મુદ્દાઓ સપાટી પર આવ્યા છે. ત્યારે આ વચ્ચે વડોદરાના ઐતિહાસીક ખંડેરાવ તળાવ (KHANDERAO TALAV - VADODARA) ને બચાવવા માટે ફિલ્મી સ્ટાઇલમાં કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં એક પોસ્ટર વાયરલ (SOCIAL MEDIA VIRAL POSTER - VADODARA) થઇ રહ્યું છે, જેમાં લખ્યું છે કે, જબ તક ઐતિહાસીક ખંડેરાવ તળાવ વાપસ સે જીંદા નહીં હોગા તબ તક રૂકેગા નહીં સાલા. આ ડાયલોગ હાલના બ્લોકબસ્ટર મુવી પુષ્પા (PUSHPA FILM STYLE) ના ફિલ્મી ડાયલોગનું સુધારા-વધારા સાથેનું વર્ઝન છે.

Advertisement

જાન્યુઆરી માસમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

એક સમયે વડોદરા પાસે તળાવોનું સુવ્યવસ્થિત નેટવર્ક હતું. જો કે, હવે તેની હાલત કંઇ વખાણ કરવા લાયક નથી. કેટલાક તળાવોનું સરકાર દ્વારા બ્યુટીફીકેશન કરાયું છે, તો કેટલાક પર ગંદકીનું સામ્રાજ્ય પથરાયેલું છે. આ વચ્ચે વડોદરાના ઐતિહાસીક ખંડેરાવ તળાવને બચાવવા માટે જાગૃત નાગરિકો આગળ આવ્યા છે. હાલ આને લઇને સોશિયલ મીડિયા પર પોસ્ટર વાયરલ કરવામાં આવ્યું છે. જેમાં જાન્યુઆરી માસમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

જેથી કોઇ ઠરાવવાનું રહેતું નથી

વાયરલ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, જબ તક ઐતિહાસીક ખંડેરાવ તળાવ વાપસ સે જીંદા નહીં હોગા તબ તક રૂકેગા નહીં સાલા. વર્ષ 2011 માં મૃત થયેલા વ્યક્તિનો પાવર ઓફ એટર્ની વર્ષ 2018 માં કલેક્ટરશ્રી, સિટી સર્વે સુપ્રીટેન્ડેન્ટ નં 1 શ્રીના અધિકારીઓ સમક્ષ વર્ષ 2018 માં વાપરી તેઓનો અંધારામાં રાખી ગેરકાયદેસર રીતે ઐતિહાસીક ખંડેરાવ તળાવ પચાવવા કરેલા ષડયંત્ર સામે FIR કરવા અધિકારીશ્રીઓએ તેમજ અમારા દ્વારા તજવીજ કરેલ છે. શ્રીમંત ગાયકવાડી સરકારશ્રી સમયના ઠરાવબુકના પ્રકરણ પાન નં. 103 (451) - કોલ નં 12 મુજબ મિલકત ખંરડેરાવની પાસે તેના અંગેના તમામની છે. જે સરકાર માલિકીની છે. જેથી કોઇ ઠરાવવાનું રહેતું નથી - તેવો હુકમ 12-09-2018.

તળાવને બચાવવા માટે સાથ સહકાર આપશો

વધુમાં લખ્યું છે કે, ઐતિહાસિક ખંડેરાવ તળાવને પુનજીવીત કરવા 26-01-2025 ના રોજ મહાયજ્ઞનું આયોજનય. તમામ જાહેર જનતાને અપીલ છે કે, ઐતિહાસીક ખંડેરાવ તળાવને બચાવવા માટે સાથ સહકાર આપશો. રાજા તો ઐતિહાસીક ધરોહર દાન આપે. વેચે ના.

આ પણ વાંચો -- VADODARA : શિક્ષણ સમિતિની શાળાઓમાં રમત-ગમતના મેદાનની ઘટ ચિંતાનો વિષય

Tags :
Advertisement

.

×