Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સૌથી મોટું ગેસ રીફીલીંગ કૌભાંડ પકડતી SOG, રૂ. 7.26 લાખનો મુદ્દામાલ જપ્ત

VADODARA : 10 ઇસમોને રૂ. 7.26 લાખના મુદ્દમાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા, આ મામલે એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
vadodara   સૌથી મોટું ગેસ રીફીલીંગ કૌભાંડ પકડતી sog  રૂ  7 26 લાખનો મુદ્દામાલ જપ્ત
Advertisement

VADODARA : વડોદરા સ્પેશિયલ ઓપરેશન (SPECIAOL OPERATION GROUP - SOG POLICE, VADODARA) ગ્રુપના જવાનોને ગેસ ચોરીનું મોટું કૌભાંડ (BIG GAS REFILLING SCAM) પકડી પાડવામાં સફળતા મળી છે. આ કૌભાંડમાં લાખો રૂપિચાની કિંમતના મુદ્દામાલ સાથે 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. મુદ્દામાલમાં 166 નંગ ગેસના બોટલોનો પણ સમાવેશ થાય છે.

સીલ પેક કરીને ગેસના બોટલોને ગ્રાકહોને સપ્લાય

તાજેતરમાં વડોદરા એસઓજી (SOG POLICE, VADODARA) ની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલને બાતની મળી કે, બાતમી મળી કે, રણોજી જીઆઇડીસીની રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા ભારત ગેસ એજન્સીના ગોડાઉનની દિવાલોની આડમાં સુપરવાઇઝર તથા અન્ય મળીને ટેમ્પાઓમાંથી ભરેલા ઘરેલુ ગેસના બોટલોના સીલ ખોલીને કોમર્શિયલ ખાલી બોટલોમાં થોડો થોડો કરીને ભરી રહ્યા છે. બાદમાં સીલ પેક કરીને ગેસના બોટલોને ગ્રાકહોને સપ્લાય કરવામાં આવે છે. એસઓજીઓ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. જેમાં 10 ઇસમોને રૂ. 7.26 લાખના મુદ્દમાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા, આ મામલે એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

અગાઉ પણ થઇ હતી કાર્યવાહી

જુલાઇ - 2024 માં એસઓજી દ્વારા જવાહરનગર, કરોડિયા રોડ પર આવેલી ભારત ગેસની મહાલક્ષ્મી ગેસ સર્વિસના ગેસના બોટલમાંથી ગેસની ચોરી કરતા એજન્સીના 6 ઇસમોને રૂ. 2.95 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement

આજરોજ કરેલી કાર્યવાહીમાં નીચે મુજબના આરોપીઓ પકડાયા છે.

  1. મયુદ્દીન નસરૂદ્દી બેલીમ (રહે. આશિયા પાર્ક, કાલેલ પોલીસ સ્ટેશનની સામે, કાલોલ)
  2. ધર્મેશ રાજુભાઇ રાવળ (રહે. માળી મહોલ્લો, કિશનવાડી)
  3. અરવિંદભાઇ મરેશભાઇ રાવળ (રહે. જય અંબે ફળિયુ, મહાકાળી સોસાયટી સામે, કિશનવાડી)
  4. મહેબુબ મહોમંદભાઇ મલેક (રહે. બીપીએસ આવાસ યોજના, તરસાલી)
  5. ઇમરાન બરકતભાઇ શેખ (રહે. વુડાના મકાન, માણેજા)
  6. નિલેશ ભીખાભાઇ સોમવંશી (રહે. ઝંડા ચોક, કિશનવાડી)
  7. સોહીલ અજબસિંહ પરમાર (રહે. અડાસ ગામ, આણંદ)
  8. શબ્બીરમીયાં મોહંમદમીયાં મલેક (રહે. વુડાના મકાન, ડભોઇ રોડ, વડોદરા)
  9. સલમાન મીરસાબભાઇ ચૌહાણ (રહે. ચૌહાણ વગો, બોરસદ)
  10. લતીફમીયાં હનીફમીયાં મલેક (રહે. બોરૂગામ, કસ્બા ફળિયું, પંચમહાલ) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હિરેન બળવંતરાય મહેતા (રહે. સિલ્વર સ્કવેર એપાર્ટમેન્ટ, ઉર્મિ ચાર રસ્તા, અકોટા) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

કાર્યવાહીમાં જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલ

ઉપરોક્ત કાર્યવાહી દરમિયાન શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના રજીસ્ટર્ડ ગ્રાહકોને ડીલીવરી માટે મોકલનાર ગેસના બોટલ - 166, કોમર્શિયલ ગેસના બોટલ - 08, રીફીલીંગ કરવાના સાધનો, વજન કાંટા - 05, મોબાઇલ - 09, રોકડા - રૂ. 33 હજાર, ટેમ્પો - 05, ડિલીવરી ચલણ - 184 મળીને કુલ રૂ. 7.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : જ્યાં ત્યાં કચરો ફેંકનાર CCTV માં કેદ, વાહન નંબરના આધારે કાર્યવાહી

Tags :
Advertisement

.

×