VADODARA : ડિસ્ટ્રીબ્યુટરને ત્યાંથી શંકાસ્પદ પનીર-ચીઝનો જથ્થો જપ્ત
VADODARA : વડોદરા (VADODARA) સહિત રાજ્યભરમાં ચીઝ (CHEEZE) અને પનીર (PANEER) નો ખાદ્યપદાર્થોમાં ઉમેરો કરવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે હવે નફાખોરો આ તકનો લાભ લઇને હલકી ગુણવત્તાવાળું એનાલોગ ચીઝ-પનીર વેચીને રોકડી કરવા મેદાને આવ્યા છે. તાજેતરમાં શહેરના વાઘોડિયા વિસ્તારમાં ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં વડોદરા પાલિકા (VADODARA - VMC) અને એસઓજી પોલીસ (VADODAR POLICE - SOG) ની ટીમોએ સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા. અને શંકાસ્પદ ચીઝ અને પનીરનો જથ્થો પકડી પાડ્યો હતો. જેને નમુનાને વધુ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. પોલીસ અને પાલિકાની સંયુક્ત કામગીરીને પગલે નફાખોરોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે.
એસઓજીને મળેલી બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા
વડોદરામાં અગાઉ અનેક વખત શંકાસ્પદ પનીર તથા ખાદ્યપદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તે બાદ તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. પરંતુ ક્યાંક કાર્યવાહી સખ્ત ના હોવાના કારણે નફાખોરોમાં જોઇએ તેવો ફફડાટ પેંસાડવામાં તંત્ર નાકામ રહ્યું છે. તાજેતરમાં વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા આર્યા ડિસ્ટ્રીબ્યુટર્સને ત્યાં પાલિકા અને એસઓજી પોલીસ દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં શંકાસ્પદ હલકીગુણવત્તા વાળું એનાલોગ પનીર અને ચીઝનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. એસઓજીને મળેલી બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા છે.
મેન્યુફેક્ચરર તથા હોલસેલ શોપમાંથી કેક અને કુકીઝના 35 નમુનાઓ મેળવ્યા
દરોડામાં 23 કિલો શંકાસ્પદ ચીઝ અને 26 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની કિંમત રૂ. 13 હજાર આંકવામાં આવી રહી છે. આ સાથે જ પાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા શહેરના માંજલપુર, ચાર દરવાજા વિસ્તાર, રાવપુરા, દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં બેકરી પ્રોડક્ટના મેન્યુફેક્ચરર તથા હોલસેલ શોપમાંથી કેક અને કુકીઝના 35 નમુનાઓ મેળવ્યા છે. અને તેને વધુ તપાસઅર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ક્રિસમસ પૂર્વે કરવામાં આવેલી કાર્યવાહીથી લોકોમાં ગણગણાટ છે કે, 15 દિવસ પૂર્વે કરવાની કામગીરી, પર્વના એક દિવસ પૂર્વે કરવામાં આવી રહી છે. હજારો લોકો કેક-કુકીઝ આરોગી ગયા બાદ તેનો રિપોર્ટ આવશે, તે શું કામનું ?
આ પણ વાંચો -- Gujarat: ઠંડીના ચમકારા વચ્ચે આ શહેરોમાં કરવામાં આવી કમોસમી વરસાદની આગાહી


