VADODARA : કંપનીના ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલ ચોરતા ત્રણ ઝબ્બે
VADODARA : વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG POLICE - VADODARA) દ્વારા કંપનીના ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ટેન્કર કંપનીમાંથી નીકળીને એક રોડવેઝની ઓફીસ સામે ઉભુ રહેતું હતું. આ ઓફીસ સામે તેમાંથી સીલ તુટે નહીં તે રીતે પાઇપ નાંખીને પેટ્રોલ-ડીઝલની ચોરી કરવામાં આવતી હતી. આખરે સમગ્ર મામલે એસઓજી પોલીસ દ્વારા દરોડા પાડીને ત્રણને દબોચી લેવામાં આવ્યા છે. પેટ્રોલ-ડીઝલના પ્રતિ લીટર લેખે રૂ. 50 ચૂકવવામાં આવતા હતા. (SOG CAUGHT PETROL-DIESEL THEFT SCAM BUSTED - VADODARA)
ટેલિફોનીક વાત મુજબ શકીલ રંગવાલાની ઓફીસ સામે ટેન્કર ઉભુ રાખ્યું
ટેન્કર ચાલક રાજેશકુમાર છોટેલાલ યાદવે એસઓજી પોલીસને જણાવ્યું કે, તે અંબે ટ્રાન્સપોર્ટમાં એક મહિનાથી કામ કરે છે. સવારે 9 વાગ્યે ઓર્ડર મુજબ તે ટેન્કલ લઇને તેમાં પેટ્રોલ અને ડીઝલ ભરીને કાલોલ, ગોધરા રોડ જવા નીકળ્યા હતા. દર વખતે ટ્રીપ મુજબ શકીલ રંગવાલા અને તેનો માણસ ચિરાગ ટેલિફોનીક સંપર્કમાં રહેતા હતા. ત્રણેય ભેગા મળીને ઇંધણની ચોરી કરે છે. ટેલિફોનીક વાત મુજબ શકીલ રંગવાલાની ઓફીસ સામે ટેન્કર ઉભુ રાખ્યું હતું. જેમાં બંને કમ્પાર્ટમેન્ટમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરવામાં આવી છે. જેની અવેજમાં પ્રતિ લીટરના રૂ. 50 ચૂકવતા હતા. આ અગાઉ ત્રણ વખત ચોરી કરી હતી.
પેટ્રોલ-ડીઝલ ભરેલા કુલ પાંચ કારવા મળી આવ્યા
વધુમાં જણાવ્યું કે, શકીલ છેલ્લા 7 વર્ષથી ટેન્કરોમાંથી ઇંધણની ચોરી કરે છે. જે બાદ એફએસએલના અધિકારીને બોલાવીને સ્થળ તપાસ કરાવવામાં આવી હતી. આરોપીઓ પાસેથી પેટ્રોલ-ડીઝલ ભરેલા કુલ પાંચ કારબા મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ મળીને રૂ. 32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ રીતે કરતા હતા ચોરી
ટેન્કર અમ્મા રોડવેઝની ઓફીસની સામે પાર્ક કરવામાં આવતું હતું. બાદમાં તેમાં લોખંડના સળિયાની મદદથી બળ વાપરીને સીલ ના તુટે તે રીતે ખસેડીને ટેન્કરના કમ્પાર્ટમેન્ટનું ઢાંકણું ખોલીને પ્લાસ્ટીકની પાઇપ વડે ઇંધણનો જથ્થો કારબામાં ભરવામાં આવતો હતો. તેમની પાસેથી કુલ રૂ. 6,600 નું ઇંધણ મળી આવ્યું છે. ઉપરોક્ત મામલે જવાહરનગર પોલીસ મથકમાં શકીલ સમુન રંગવાલા (રહે. જુના મોદીખાના, મયુર એપાર્ટમેન્ટની સામે ફતેગંજ, વડોદરા), ચિરાગ રામજનક વર્મા (રહે. ગાયત્રી ટાઉનશીપ, ચીકુવાડી પાસે, રણોલી, વડોદરા) અને રાજેશકુમાર છોટેલાલ યાદવ (રહે. ભદકાર ગામ, પોસ્ટ નીબીકલા, શારદા મંદિર પાસે, ઉત્તરપ્રદેશ) સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : યુવકે ફ્લેટના 9 માં માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું


