ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : નશાકારક કફ સીરપનું ગેરકાયદે વેચાણ કરતા વેપારીને ત્યાં SOG ના દરોડા

VADODARA : બંને આરોપીઓ પૈકી કેયુર રાજપુત સામે અગાઉ આણંદના ભાલેજ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અતંર્ગત ગુનો નોંધાઇ ચૂક્યો છે.
10:59 AM Mar 15, 2025 IST | PARTH PANDYA
VADODARA : બંને આરોપીઓ પૈકી કેયુર રાજપુત સામે અગાઉ આણંદના ભાલેજ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અતંર્ગત ગુનો નોંધાઇ ચૂક્યો છે.

VADODARA : વડોદરામાં નશાકારક કફ સીરપનું ગેરકાયદે વેચાણ અને સંગ્રહ કરતા વેપારીને ત્યાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં રૂ. 5.78 લાખનો ગેરકાયદે કફ સીરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. જે પૈકી એક સામે અગાઉ આણંદના ભાલેજ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધાઇ ચૂક્યો છે. ઉપરોક્ત મામલે પાણીગેટ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. (SOG POLICE CAUGHT ILLEGAL CODEINE COUGH SYRUP - VADODARA)

કફ સીરપનો મોટો જથ્થો મળી આવ્યો

ગુનાખોરી ડામવા માટે તાજેતરમાં એસઓજીી ટીમો પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, કલાદર્સન ચાર રસ્તા પાસે રતિલાલ પાર્કમાં આવેલા મકાનમાં રહેતો વિપુલ સતિષભાઇ રાજપુતે, તેના મિત્ર કેયુર રાજપુત સાથે મળીને ઘરમાં નશાકારક કફ સીરપ સંતાડી રાખી છે. અને તેનું ગેરકાયદેસર વેચાણ ચાલુ છે. બાતમી મળતા જ એસઓજીની ટીમોએ સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં ઘરમાંથી કોડીનની માત્રા ધરાવતી કફ સીરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો. 100 એમ એલની સ્ટીકર વાળી અને સ્ટીકર વગરની 2570 બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂ. 5.78 લાખ આંકવામાં આવી રહી છે.

એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો

ઉપરોક્ત દરોડામાં એસઓજીની ટીમે ખાલી બોક્સ, મોબાઇલ, રોકડા, અને વ્હીકલ મળીને કુલ રૂ. 7.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે વિપુલ સતીષભાઇ રાજપુત (રહે. રતિલાલ પાર્ક સોસાયટી, વાઘોડિયા) અને કેયુર રાજપુત (રહે. કેતન ફ્લેટ, રામવાટીકા, વાડી) ની ધરપકડ કરવામાં આવી છે. બંને સામે પાણીગેટ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. બંને પૈકી કેયુર રાજપુત સામે અગાઉ આણંદના ભાલેજ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અતંર્ગત ગુનો નોંધાઇ ચૂક્યો છે.

આ પણ વાંચો --- VADODARA : રૂ. 100 ની લેતીદેતીમાં પેટ્રોલ પંપને બાનમાં લેવાનો પ્રયાસ

Tags :
caughtcodeinecoughgujaratfirstnewsGujaratiNewsgujaratnewsillegalpoliceSOGsyrupVadodara
Next Article