VADODARA : આરોપીના રિમાન્ડમાં ગેરકાયદે સીરપ-ટેબ્લેટનું ગોડાઉનનું પગેરૂં ઝડપાયું
VADODARA : તાજેતરમાં વડોદરાના સ્પેશિયલ ઓપરેશ ગ્રુપ દ્વારા બાતમીના આધારે દરોડા પાડીને વિપુલ રાજપુત અને કેયુર રાજપુતના નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતા. જ્યાંથી કોડીન ધરાવતી કફસીરપ મળીને રૂ. 7.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બાદમાં આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જે દરમિયાન કડકાઇ દાખવતા તાજેતરમાં ભાડે લીધેલા ગોડાઉનનું પગેરૂં ઝડપાયું હતું. આ ગોડાઉનમાંથી મોટી માત્રામાં ગેરકાયદે સીરપ અને ટેબ્લેટ ઝડપી પાડવામાં આવ્યા છે. (SOG POLICE CAUGHT ILLEGAL GODOWN OF CODEINE SYRUP AND TABLETS - VADODARA)
કુલ મળીને રૂ. 25.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
બંને આરોપીઓના રિમાન્ડ દરમિયાન 8 દિવસ પહેલા ભાડે રાખેલા ગોડાઉન સુધી એસઓજીની ટીમ પહોંચી હતી. આ ગોડાઉન (પાલ્મ એક્ઝોટીકા, શ્રી પોર ટીમ્બી ગામ, વાઘોડિયા) માં તપાસ કરવામં આવતા કોડીન કફ સીરપની બોટલો અને ટ્રામાડોલ કેપ્સ્યુલ્સ મોટી માત્રામાં મળી આવી હતી. બંને દ્વારા તેને સંગ્રહ કરીને વેચાણ કરવામાં આવતું હતું. ઉપરોક્ત કાર્યવાહીમાં કુલ મળીને રૂ. 25.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થો ક્યાંથી લાવ્યા, કેવી રીતે લાવ્યા અને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપીઓની એમઓ
આરોપી વિપુલ રાજપુત ઓકલેન્ડ ફાર્માસી નામની દુકાન ધરાવે છે. અને કેયુર રાજપુત મા મેડિકલ સ્ટોર ધરાવે છે. બંને આરોપીઓએ સાથે મળીને વિપુલના ઘરે કોડિન સીરપને જથ્થો રાખ્યો હતો. આ ગેરકાયદેસર જથ્થાને નશો કરવાવાળા ગ્રાહકોને વેચાણ કરવામાં આવતું હતું. કોઇ પકડી ના લે તે માટે ટુ વ્હીલરમાં તેની ડિલીવરી કરવામાં આવતી હતી. અને કોઇ જાણી ના જાય તે માટે દવા પરનું સ્ટીકર બદલી કાઢવામાં આવતું હતું.
આ પણ વાંચો --- VADODARA : SSG હોસ્પિટલમાં દર્દીના પરિજન દ્વારા સિક્યોરીટી સ્ટાફની ધૂલાઇ


