VADODARA : સોમા તળાવ ઓવરબ્રિજને લઇને મોટી અપડેટ, જાણીલો નહીં તો ગોળ ફરશો
VADODARA : વડોદરા (VADODARA) માં ઠેર ઠેર નવા ઓવરબ્રિજ (OVER-BRIDGE) બનાવવાનું તથા જુના ઓવરબ્રિજ પર રિસર્ફેસીંગનું કાર્ય ચાલી રહ્યું છે. જેને લઇને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. હાલમાં એબેક્સ સર્કલ અને વાસણા જંક્શન પર બનતા ઓવર બ્રિજને લઇને ટ્રાફિક વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યાર બાદ હવે સોમા તળાવ રેલવે ઓવર બ્રિજ (SOMA TALAV RAILWAY OVER BRIDGE) પર એક તરફનો ટ્રાફિક બંધ કરવાને લઇને જાહેરનોટીસ બહાર પાડવામાં આવી છે. જેને લઇને સોમા તળાવ રેલવો ઓવરબ્રિજ પરથી પસાર થવા માટે વૈકલ્પિક રસ્તાઓને ઉપયોગ કરવો પડશે.
એક તરફના ટ્રેક પર બંને તરફથી વાહનોની અવર-જવર થઇ શકશે
જાહેર નોટીસ અનુસાર, સોમા તળાવ રેલવે ઓવર બ્રિજ પર રસ્તાની સપાટી પર માસ્ટીક કરીને રીસર્ફેસીંગની કામગીરી 15, ડિસે.થી 13, જાન્યુ - 25 સુધી કરવામાં આવનાર છે. જેને લઇને ટ્રાફિકની અનુકુળતાને ધ્યાને રાખીને તબક્કાવાર રીતે કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટુ વ્હીલર અને કાર સરળતાથી જઇ શકે તે માટે એક તરફના ટ્રેક પર બંને તરફથી વાહનોની અવર-જવર થઇ શકશે. આ સાથે ભારદારી વાહનો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારદારી વાહનો માટે બે રૂટ
ભારદારી વાહનોએ સોમા તળાવ ચાર રસ્તાથી કપુરાઇ બ્રિજ નીચેથી તરસાલી બ્રિજ, નીચેથી શહેરમાં પ્રવેશઈ, તરસાલી તળાવ, શાકમાર્કેટ, થઇને જે તે તરફ જઇ શકશે. તેમજ સોમા તળાવ ચાર રસ્તાથી પ્રતાપનગર રોડ થઇ, બ્રિજ થઇ બરોડા ડેરી સર્કલથી આગળ જઇ શકાશે, તથા તરસાલી શાક માર્કેટથી સુશેન રીંગ રોડ, ગુરૂદ્વારા સર્કલ, થી જમણી બાજુ વળીને ડભોઇ ત્રણ રસ્તા, સોમા તળાવ તરફ જઇ શકાશે. આ રૂટ પર અવર-જવર કરતા ભારદારી વાહનોએ ખાસ જાહેરનોટીસને અનુસરવાની રહેશે.
આ પણ વાંચો -- VADODARA : કરજણ ટોલ નાકા પર ટેક્સમાં ભાવ વધારા સામે સાંસદનો કેન્દ્રિય મંત્રીને પત્ર


