VADODARA : સ્પેનના વડાપ્રધાન મોડી રાત્રે વડોદરા આવી પહોંચશે, કાલનો દિવસ ઐતિહાસીક
VADODARA : આવતી કાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI) અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ઐતિહાસીક ક્ષણના સાક્ષી બનશે. આ કાર્યક્મમાં ભાગ લેવા માટે આજે મોડી રાત્રે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરા આવી પહોંચશે. તેમની સાથે તેમના પત્ની પણ હશે. આ તકે કેન્દ્રિય રક્ષા મંત્રી રાજનાથ સિંઘ (DEFENCE MINISTER OF INDIA - RAJNATH SINGH) અને વિદેશ મંત્રી એસ. જયશંકર (FOREIGN MINISTER OF INDIA - S. JAISHANKAR) મોડી સાંજે વડોદરા આવી પહોંચ્યા છે. સ્પેનના વડાપ્રધાનનું આગમન પાછુ ઠેલાતા વડોદરા ટ્રાફીક પોલીસ દ્વારા આજે રોડ ડાયવર્ઝનનું જાહેરનામું લાગુ કરવાનું મુલતવી રાખ્યું છે.
વડાપ્રધાન મોદી એરપોર્ટ થી પ્લાન્ટ સુધીમાં રોડ-શો સ્વરૂપે પહોંચશે
વડોદરાના વાઘોડિયામાં નિર્માણ પામેલા ટાટા એરબસના એસેમ્બલી પ્લાન્ટનું ઉદ્ધાટન કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતી કાલે વડોદરા આવી રહ્યા છે. તેમની જોડે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ પણ જોડાશે. વડાપ્રધાન મોદી એરપોર્ટ થી પ્લાન્ટ સુધીમાં રોડ-શો સ્વરૂપે પહોંચશે. ત્યાં ઉદ્ધાટન કરીને તેઓ વિદેશી મહેમાનો સાથે રાજવી પરિવારના લક્ષ્મી વિલાસ પેલેસ જશે. પેલેસમાં બંને દેશોના ડેલિગેશન શાહી ભોજન લેશે. સાથે જ બંને વચ્ચે ઐતિહાસીક કરાર પણ થનાર છે.
ડાયવર્ઝન રૂટ અંગેનું જાહેરનામું બપોર બાદ અમલમાં મુકવાનું મુલતવી રાખ્યું
આજરોજ સાંજે સ્પેનના વડાપ્રધાન આવવાના હતા. પરંતુ તેમનું આગમન પાછળ ઠેલાયું છે. હવે તેઓ મોડી રાત્રે વડોદરા આવી પહોંચશે. જેથી વડોદરા પોલીસ દ્વારા ડાયવર્ઝન રૂટ અંગેનું જાહેરનામું બપોર બાદ અમલમાં મુકવાનું મુલતવી રાખ્યું છે. તો બીજી તરફ આવતી કાલના કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેન્દ્રિય રક્ષા મંત્રી રાજનાથ સિંઘ અને વિદેશ મંત્રી એસ. જયશંકર મોડી સાંજે વડોદરા આવી પહોંચ્યા છે. બંને મંત્રીએ આવતી કાલે વડોદરામાં યોજાનાર ઐતિહાસીક કાર્યક્રમમાં સહભાગી થશે. મોડી સાંજથી જ વીવીઆઇપી મુવમેન્ટ શરૂ થતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
આ પણ વાંચો -- VADODARA : સેન્ટ્રલ જેલના કેદીઓએ બે દેશોના વડાપ્રધાનને આવકારતી રંગોળી બનાવી


