VADODARA : સગીરા પર દૂષ્કર્મના આરોપીને આજીવન કેદ
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA) અંતર્ગત આવતા સાવલી (SAVLI) પાસે રહેતી 15 વર્ષિય સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી થઇ તેણીની પર દૂષકર્મ આચરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ રૂ. 1 લાખનો દંડ ભરપાઇ કરવા માટેનો આદેશ કર્યો છે. તથા દૂષકર્મનો ભોગ બનનાર પીડિતાને વળતર પેટે રૂ. 4 લાખ ચુકવવા જણાવ્યું છે.
માલુમ પડ્યું કે, સગીરા કંપનીમાં કામે આવી જ ન્હતી
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, સાવલી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રહેતી 15 વર્ષિય સગીરા પરિવારને આર્થિક ટેકો કરવા માટે અભ્યાસ છોડીને ખાનગી કંપનીમાં કામ કરતી હતી. વર્ષ 2023 માં સગીરાને તેના પિતા બાઇક પર બેસાડીને સાવલી પોલીસ મથક પાસે છોડી હતી. જ્યાંથી તે રીક્ષામાં બેસીને કંપનીએ જવા નીકળી હતી. ત્યાર બાદ સાંજે તે નિયત સમયે ઘરે ન પહોંચતા પરિજનોમાં ચિંતા વ્યાપી ગઇ હતી. બાદમાં આ અંગે કંપનીમાં તપાસ કરતા માલુમ પડ્યું કે, સગીરા કંપનીમાં કામે આવી જ ન્હતી. બાદમાંં પરિજનોને જાણ થઇ કે, સગીરાથી બમણીથી વધુ ઉંમર ધરાવતો સુનિલ ઘનશ્યામ સોલંકી (ઉં. 34) તેને ભગાડીને લઇ ગયો છે.
મામલે સગીરાનું 164 મુજબનું નિવેદન લેવામાં આવ્યું હતું
બાદમાં આ અંગેની ફરિયાદ સાવલી પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જે બાદ સાવલી પોલીસે 22 દિવસ બાદ બંનેને આંધ્રપ્રદેશના કલાસતી રોડ પરથી ઝડપી પાડ્યા હતા. અને વડોદરા લાવવામાં આવ્યા હતા. આ મામલે સગીરાનું 164 મુજબનું નિવેદન લેવામાં આવ્યું હતું. સગીરાએ જણાવ્યું હતું કે, નરાધમ સુનિલે તેને જરોદથી પાવાગઢ, ત્યાર બાદ મુંબઇ, ચેન્નાઇ, તિરુપતી અને કલાસતી લઇ ગયો હતો. જ્યાં તેણે તેણીની પર વારંવાર દૂષકર્મ ગુજાર્યું હતું. આ મામલો સ્પે. પોક્સો જજની અદાલતમાં ચાલતા સરકારી વકીલ સી. જી પટેલની દલીલો ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપી સુનિલ સોલંકીને બાકીના જીવન સુધીની આજીવન કેદ ફટકારી છે. સાથે જ રૂ. 1.08 લાખનો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત પીડિતાને રૂ. 4 લાખનું વળતર ચુકવવા માટેની ભલામણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : એક્ટિવિસ્ટના આપઘાત કેસમાં માનીતી પુત્રી-માતાની સૌરાષ્ટ્રથી અટકાયત


