Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : SSG હોસ્પિટલના કોલ્ડ રૂમમાં બે બેરેકની ફાળવણી થતા હાશકારો

VADODARA : કોલ્ડરૂમમાં મૃતદેહોને સાચવવા માટેના બેરેક બગડી જતા ઓછા બેરેકમાં ઠાંસી ઠાંસીને મૃતદેહો મુકવા પડે તેવી સ્થિતી સર્જાઇ હતી
vadodara   ssg હોસ્પિટલના કોલ્ડ રૂમમાં બે બેરેકની ફાળવણી થતા હાશકારો
Advertisement

VADODARA : મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરા (SSG HOSPITAL - VADODARA) માં આવેલી છે. તાજેતરમાં એસએસજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં (SSG HOSPITAL - COLD ROOM) મૃતદેહોને સાચવવા માટેના બેરેક બગડી જતા ઓછા બેરેકમાં ઠાંસી ઠાંસીને મૃતદેહો મુકવા પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. આ ઘટનાના વીડિયો-તસ્વીરો સોશિયલ મીડિયામાં સામે આવતા તંત્રની બેદરકારી છતી થઇ હતી. અને અવ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા હતા. જે બાદ તાજેતરમાં એસએસજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં બે બેરેકની ફાળવણી કરવામાં આવતા તંત્રને હાશકારો થયો છે. આ બેરેકની ફાળવણી થતા હવે કોલ્ડરૂમની ક્ષમતામાં વધારો થયો છે. જેવી વાટ એસએસજી તંત્ર અને લોકો કેટલાય સમયથી જોઇ રહ્યા હતા.

તંત્ર પર માછલા ધોવાયા હતા

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે. આ હોસ્પિટલમાં સારવાર લેવા માટે લોકો દુર દુરથી આવે છે. સાથે જ મધ્ય ગુજરાતમાં સૌથી મોટી મૃતદેહો સાચવવા માટેની વ્યવસ્થા પણ વડોદરાની સરકારી હોસ્પિટલમાં જ છે. તેવામાં એસએસજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં બેરેક બગડી જવાના કારણે, અને તેનું સમયસર રીપેરીંગ કાર્ય ના થવાના કારણે મૃતદેહોને ઓછા બેરેકમાં ઠાંસી ઠાંસીને ભરવા પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. આ ઘટનાની તસ્વીરો-વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી સપાટી પર આવતા તંત્ર પર માછલા ધોવાયા હતા. જો કે, હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટે બેરેક જુના થઇ ગયા હોવાથી નવાની જરૂરીયાત હોવાનું, અને તે માટે તેઓ પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. હવે તેમના પ્રયત્નો ફળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

Advertisement

12 મૃતદેહો યોગ્ય રીતે સાચવવાની સુવિધા વધશે

તાજેતરમાં એસએસજી હોસ્પિટલના કોલ્ડરૂમાં મૃતદેહો સાચવવા માટેની બે ડેડ બોડી રેક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દવાખાનામાં ઘણીવાર મૃતદેહો સાચવવાની જરૂર પડે છે. આ એક રેક માં ૬ મૃતદેહ રાખી શકાય તેવી સુવિધા છે. આ સખાવત ને પગલે ૧૨ મૃતદેહો યોગ્ય રીતે સાચવવાની સુવિધા વધશે. કોલ્ડ રૂમમાં યોગ્ય રીતે ઇન્સ્ટોલ કર્યા પછી તેને ઉપયોગમાં લેવાશે. આ ઉપરાંત ફોરેન્સિક મેડીસિન વિભાગને એક ડિજિટલ એક્સરે મચિન ની ભેટ આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : કેન્દ્રિય યુવા અને રમત મંત્રાલય હસ્તકની સલાહકાર સમિતિમાં સાંસદની વરણી

Tags :
Advertisement

.

×