Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : SSG હોસ્પિટલમાં 75 CCTV બંધ, સુરક્ષામાં માત્ર 115 ગાર્ડ તૈનાત

VADODARA : તાજેતરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હોસ્પિટલના પરિસરમાં જ ચાકુના જીવલેણ ઘા ઝીંકીને હત્યા કરી દેવાની ઘટના સામે આવી હતી.
vadodara   ssg હોસ્પિટલમાં 75 cctv બંધ  સુરક્ષામાં માત્ર 115 ગાર્ડ તૈનાત
Advertisement

VADODARA : મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરા (SSG HOSPITAL - VADODARA) માં આવેલી છે. અહિંયા વડોદરા અને ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર અર્થે આવે છે. તાજેતરમાં હોસ્પિટલના પરિસરમાં ચાકુના ઘા ઝીંકીને હત્યાની ઘટના સામે આવી છે. જે બાદ હોસ્પિટલના 75 જેટલા સીસીટીવી બંધ હોવાનું અને હોસ્પિટલ પરિસરમાં તબિબો. દર્દીઓ, અને તેમના સગાની સુરક્ષા માત્ર 115 ગાર્ડસના ભરોસે જ હોવાનું સપાટી પર આવ્યું છે. જે ચિંતાજનક છે.

તબિબો,દર્દીઓ અને તેમના સગાની સુરક્ષા માટેની અપુરતી તૈયારીઓ

વડોદરાની એસએસજી હોસ્પિટલના વિતેલા 37 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત પરિસરમાં ખૂનના ઘટના સામે આવી છે.
આ હોસ્પિટલ વડોદરા જ નહીં પરંતુ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. જેમાં સારવાર લેવા માટે દર્દીઓ અન્ય રાજ્યોમાંથી આવતા હોય છે. એસએસજી હોસ્પિટલના અનેક વિભાગોમાં દર્દીને મળતી ઉત્તમ સારવાર માટે તે અત્યાર સુધી જાણીતું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તબિબો,દર્દીઓ અને તેમના સગાની સુરક્ષા માટેની અપુરતી તૈયારીઓને પગલે વગોવાઇ રહ્યું છે.

Advertisement

કોઇ નક્કર પરિણાન જમીન પર દેખાતું નથી

કલકત્તામાં દુષકર્મની ઘટના સામે આવતા એસએસજી હોસ્પિટલના તબિબો દ્વારા હડતાલ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. અને પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં ભરવા જણાવ્યું હતું. તે બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ હોસ્પિટલમાં જઇને સ્થિતીની સમીક્ષા કરી હતી. જો કે, ત્યાર બાદ તેનું કોઇ નક્કર પરિણાન જમીન પર દેખાતું નથી. આ વચ્ચે તાજેતરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હોસ્પિટલના પરિસરમાં જ ચાકુના જીવલેણ ઘા ઝીંકીને હત્યા કરી દેવાની ઘટના સામે આવી હતી.

Advertisement

ગાર્ડની ફાળવળી જરૂરિયાતના અડધા કરતા પણ ઓછી

જે બાદ હોસ્પિટલમાં મુકવામાં આવેલા 565 સીસીટીવી કેમેરા પૈકી આશરે 75 જેટલા કેમેરા બંધ હાલતમાં છે. અને 300 ગાર્ડની જરૂરિયાત સામે માત્ર 115 સિક્યોરીટી ગાર્ડની ફાળવળી કરવામાં આવી છે. જે અડધા કરતા પણ ઓછી છે. આટઆટલા કિસ્સાઓ સામે આવ્યા બાદ એસએસજી હોસ્પિટલનું તંત્ર હવે ક્યારે જાગશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : "ઘટના બને તે પૂર્વે દબાણો અને અસામાજીક તત્વો પર એક્શન લો" - સાંસદ

Tags :
Advertisement

.

×