ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : SSG હોસ્પિટલમાં મૃતકના પરિજનો પાસેથી પૈસા લેવાયાનો આરોપ

VADODARA : SSG હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમના સર્વન્ટ, તથા ટેક્નિશીયન દ્વારા મૃતકના પરિજન જોડેથી પૈસા લેવામાં આવતા હોવાનું જોવા મળ્યું
03:48 PM Jan 17, 2025 IST | PARTH PANDYA
VADODARA : SSG હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમના સર્વન્ટ, તથા ટેક્નિશીયન દ્વારા મૃતકના પરિજન જોડેથી પૈસા લેવામાં આવતા હોવાનું જોવા મળ્યું

VADODARA : વડોદરા (VADODARA) ની એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) ના પોસ્ટ મોર્ટમ રૂમ ના સર્વન્ટ અને ટેક્નિશીયન દ્વારા મૃતકના સ્વજન પાસેથી પૈસા (POSTMORTEM ROOM STAFF ASK FOR MONEY - SSG, HOSPITAL, VADODARA) લેવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ (SOCIAL MEDIA VIRAL VIDEO - VADODARA) થવા પામ્યો હતો. જેને પગલે મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં મૃતકના પરિજનોનો કેવી રીતે ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો હોવાની વાત ખુલ્લી પડી જવા પામી હતી. ઘટના સપાટી પર આવ્યા બાદ હોસ્પિટલના આરએમઓ દ્વારા આ મામલે તપાસના આદેશો આપવામાં આવ્યા છે.

જેટલી સારી અહિંયાની સારવાર, તેટલું જ ખરાબ મેનેજમેન્ટ

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે. આ હોસ્પિટલની શ્રેષ્ઠ સારવાર લેવા માટે લોકો રાજ્ય બહારથી પણ આવે છે. જેટલી સારી અહિંયાની સારવાર છે, તેટલું જ ખરાબ અહિંયાનું મેનેજમેન્ટ છે. આ વાતની સાબિતી આપતા કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા રહે છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં એસએસજી હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમના સર્વન્ટ, તથા ટેક્નિશીયન દ્વારા મૃતકના પરિજન જોડેથી પૈસા લેવામાં આવતા હોવાનું જોવા મળી રહ્યું છે. વીડિયો સપાટી પર આવતા હોસ્પિટલનું તંત્ર એક્શનમાં આવ્યું છે. અને તપાસના આદેશો આપ્યા છે.

જવાબદારો સામે ઇન્કવાયરી કરીને પગલાં લેવાશે

એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે, જો ખરેખર આવી ઘટના બની છે, તો તે એસએસજી હોસ્પિટલ માટે નિંદનીય છે. તેના માટે અમે ચોક્કસ પગલાં લઇશું. જે કોઇ પણ આ મામલે જવાબદાર હશે, તેની સામે સરકારી રાહે ચોક્કસ પગલાં લઇશું. ખરેખર નિંદનીદ વાત કહેવાય, આવું બનવું ના જ જોઇએ. બધાને સુચના અવાર-નવાર અપાતી હોય છે. અમે બોર્ડ પણ માર્યા છે, કે અહિંયા કોઇ પણ પૈસા લેવામાં આવતા નથી. છતાં પણ આવું થતું હોય તે નિંદનીદ છે. જવાબદારો સામે પગલાં લેવાશે. ઇન્કવાયરી કરીને પગલાં લેવાશે. એસએસજી હોસ્પિટલમાં રોજ સરેરાશ 5 થી 10 મૃતદેહોના પીએમ કરવામાં આવે છે. પૈસા મામલે અમને હજી સુધી કોઇ ફરિયાદ મળી નથી. આ મામલે હમણાં અમારી સમક્ષ આવ્યો છે. અને ચોક્કસ પગલાં લઇશું.

આ પણ વાંચો --- VADODARA : વોર્ડ નં - 1 માં દુષિત પાણીને પગલે રોગચાળો વકર્યો

Tags :
askDeadfamilyforFROMGujarat FirstGujarat NewsGujarati NewsHospitalmoneypersonPMroomservantssgstaffVadodaraVideoViral
Next Article