VADODARA : ગરમીની શરૂઆત થતા જ SSG માં હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર
VADODARA : વડોદરા સહિત દેશભરમાં ગરમીની શરૂઆત થતા જ તકેદારીની પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં હિટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં પ્રાથમિક ધોરણે હિટ સ્ટ્રોક વોર્ડ અને રિકવરી યુનિટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં જરૂરી દવાઓનો જથ્થો પૂરો પાડી દેવામાં આવ્યો છે. જરૂર પડ્યે બેડની સંખ્યા વધારવાની પણ તૈયારી હોસ્પિટલના તંત્ર દ્વારા રાખવામાં આવી છે. આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી પડે તેવી શક્યતાઓ હાલ સેવાઇ રહી છે. (HEAT STROKE WARD PREPARED SEPARATELY IN SSG HOSPITAL - VADODARA)
અલાદયો વોર્ડ શરૂ કરવામાં આવ્યો
મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે. ગરમીની શરૂઆત થતા જ એસએસજી હોસ્પિટલમાં હિટ સ્ટ્રોક વોર્ડની શરુઆત કરી દેવામાં આવી છે. ગત વર્ષે પણ ગરમીના કારણે આ પ્રકારે અલાદયો વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગરમીના કારણે થતી અસરોથી પીડિત દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.
આપણી પાસે તમામ પ્રકારની સુવિધાઓ તૈયાર છે
એસએસજી હોસ્પિટલના ડો. જાગૃતિ ચૌધરીએ જણાવ્યું કે, તાજેતરમાં ગુજરાતના તમામ કલેક્ટરની વીડિયો કોન્ફરન્સ રાખવામાં આવી હતી. તે સંદર્ભે હિટ સ્ટ્રોકની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આપણે એસએસજી હોસ્પિટલના નવા ઇમરજન્સી વોર્ડના પહેલા માળ પર 10 બેડનો વોર્ડ તૈયાર કરવામાંં આવ્યો છે. તેમાં તમામ દવાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. 10 થી વધુ દર્દીઓ આવે તો તેની બહાર 10 બેડનું રિકવરી યુનિટ છે. અને તેની બાજુમાં આઇસીયુ પણ વધારે બેડ ઉપલબ્ધ છે. આપણી પાસે તમામ પ્રકારની સુવિધાઓ તૈયાર છે.
આ પણ વાંચો --- VADODARA : આખરે કારેલીબાગમાં રોડ સાઇડના દબાણો દૂર કરવાનું મુહૂર્ત નીકળ્યું