VADODARA : SSG હોસ્પિટલમાં તબિબો વચ્ચે ઢિસૂમ-ઢિસૂમ, કાઉન્સિલીંગ કરાશે
VADODARA : વડોદરા (VADODARA) ની એસએસજી હોસ્પિટલ (SSG HOSIPTAIL - VADODARA) માં દર્દીઓના સગા અને તબિબો વચ્ચે માથાકુટના કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા રહે છે. પરંતુ હવે તો તબિબો વચ્ચે થયેલી ઢિસૂમ-ઢિસૂમનો કિસ્સો સામે આવી રહ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, આ મામલો પોલીસ મથક પહોંચવાની તૈયારીમાં છે. તો બીજી તરફ હોસ્પિટલ સત્તાધીશો દ્વારા આ મામલે કાઉન્સિલીંગ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઘટના સપાટી પર સામે આવતા હોસ્પિટલ પરિસરમાં તબિબો અને દર્દીઓની સુરક્ષાનો મામલો વધુ એક વખત સપાટી પર આવવા પામ્યો છે.
ડો. રુહુલને ધક્કો મારીને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો
મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે. આ હોસ્પિટલમાં દર્દીઓ વડોદરામાંથી જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ સારવાર અર્થે આવે છે. સામાન્ય રીતે દર્દીઓના સગાં અને તબિબો વચ્ચેની માથાકુટના કિસ્સાઓ સપાટી પર આવતા હોય છે. ત્યારે તાજેતરમાં એસએસજી હોસ્પિટલના સર્જરી વોર્ડમાં બે તબિબો વચ્ચેની માથાકુટનો મામલો સપાટી પર આવ્યો છે. જેમાં એક વર્ષથી રેસીડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો. રુહુલ અલી સૈયદ અને ડો. સમીર અકબર કાબરિયા વચ્ચે દર્દીના રિપોર્ટની પ્રિન્ટ કઢાવવાને લઇને બોલાચાલી થઇ હતી. જેમાં ડો. રુહુલને ધક્કો મારીને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
બંનેને બોલાવીને તેમનું કાઉન્સિલીંગ કરવામાં આવશે
આ ઘટનાને પગલે વોર્ડમાં દર્દીઓના ટોળા વળી ગયા હતા. આ ઘટનામાં ડો. રુહુલને સામાન્ય ઇજા થતા ઇમર્જન્સી વોર્ડમાં લઇ જવામાં આવ્યા હતા. બંનેએ સામસામે ઇપીઆર નોંધાવ્યો હોવાનું હાલ સપાટી પર આવ્યું છે. જેને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ એસએસજી હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું કે, બંને તબિબો વચ્ચે અંગત કારણોસર માથાકુટ થઇ હોવા અંગે જાણ થઇ છે. બંનેને બોલાવીને તેમનું કાઉન્સિલીંગ કરવામાં આવશે. ત્યાર બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં ડો રુહુલના સગાએ ડો. સમીર દ્વારા અગાઉ પણ હાથ ઉઠાવ્યો હોવાનું મીડિયાને જણાવ્યું હતું.
આ પણ વાંચો -- VADODARA : પૂર સહાયના રૂપિયા આવ્યાનું જણાવી ઠગાઇ, રીક્ષા ચાલકે જણસ ગુમાવી


