VADODARA : SSG હોસ્પિટલમાં દર્દીના પરિજન દ્વારા સિક્યોરીટી સ્ટાફની ધૂલાઇ
VADODARA : વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સિક્યોરીટી માટે ખાનગી સંસ્થાને કામે રાખવામાં આવી છે. તાજેતરમાં ઇમરજન્સી વોર્ડમાં દર્દીના સગાને ટોકવા જતા તેમણે સિક્યોરીટી જવાન પર હુમલો કરી દીધો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ મોટી સંખ્યામાં સિક્ટોરીયી જવાનો એકત્ર થયા છે. અને ત્યાર બાદ તેઓ રાવપુરા પોલીસ મથક પહોંચીને આ મામલે વધુ કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. અગાઉ પણ એસએસજી હોસ્પિટલમાં હુમલાની ઘટનાઓ સામે આવી ચુકી છે. (SSG HOSPITAL STAFF HIT BADLY BY PATIENT RELATIVE - VADODARA)
ધીરે ધીરે વાતો કરો
હિંસાનો ભોગ બનેલા સિક્યોરીટી જવાને મીડિયાને જણાવ્યું કે, ઇમરજન્સી વિભાગમાં બીજા માળે આવેલા MICU માં હું ફરજ બજાવું છું. મારી જોડે જે હિંસા કરી તેમની સામે કડક કાર્યવાહી થાય તેની અમારી માંગ છે. વોર્ડમાં મેં દર્દીના સગાને એટલું જ કહ્યું કે, તમે બુમાબુમ કરીને વાતો કરશો નહીં. ધીરે ધીરે વાતો કરો. બસ આટલું જ કહ્યું હતું. તેમણે મને કહ્યું કે, અમારૂ પેશન્ટ અંદર છે, બાદમાં તેમણે મને માર માર્યો છે. તેઓ એક ડઝન જેટલા લોકો હતા. તેઓ માર મારતા વખતે કહેતા હતા કે, તું બહાર નીકળ તને બતાવું છું, તને મારી નાંખીશ.
હોસ્પિટલના સત્તાધીશો અમારી સાથે
અન્ય સિક્યોરીટી જવાનનું કહેવું છે કે, આ અંગે અમે હોસ્પિટલના સત્તાધીશોને જાણ કરી છે. તેઓ પણ અમારી સાથે છે. અને આ ઘટનાને અંજામ આપનાર તમામ આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહી થવી જ જોઇએ.
આ પણ વાંચો --- VADODARA : હિટ એન્ડ રન કેસનો આરોપી વધુ રિમાન્ડ પર, ત્રણ ASI ની બદલી


