VADODARA : દારૂના પૈસે દવા, લીકર પરમિટની આવકનો યોગ્ય ખર્ચ
VADODARA : મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરા (SSG HOSIPTAL - VADODARA) માં આવેલી છે. આ હોસ્પિટલમાં દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવાની સાથે નવા લિકરના પરવાના (NEW ISSUE LIQUOR LICENSE - VADODARA) અને જુનાને રીન્યુ (RENEW LIQUOR LICENSE - VADODARA) કરવાનું કામ પણ કરવામાં આવે છે. આ બંને થકી થયેલી આવકનો ઉપયોગ એસએસજી હોસ્પિટલનું તંત્ર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની દવાઓ માટે કરી રહ્યું છે. હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવેલા પૈસાના સદઉપયોગની લોકો સરાહના કરી રહ્યા છે.
ફી થકી હોસ્પિટલને સારી એવી આવક થાય
વડોદરાની એસએસજી હોસ્પિટલ, મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. અહિંયાની સારવાર વખણાય છે. અને અહિંયાના નિષ્ણાંત તબિબોની સારવાર લેવા માટે વડોદરા જ નહિં અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવતા હોય છે. અને જુના તથા હઠીલા રોગોની સારવાર મેળવતા હોય છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર સાથે જરૂરીયાતના માપદંડ ચકાસીને સરકારની લિકર પોલીસી અનુસાર પરમિટ ઇશ્યુ કરવામાં આવતી હોય છે. તથા જુની પરમિટને રિન્યુ કરવામાં આવતી હોય છે. આ બંને ફી થકી હોસ્પિટલને સારી એવી આવક થાય છે.
આવકનો ઉપયોગ રોગી કલ્યાણ સમિતિ થકી દવા ખરીદવા માટે થયો
વર્ષ 2024 સુધીમાં નવી લિકર પરમિટ ઇશ્યુ કરવા માટે રૂ. 25 હજાર અને જુની પરમિટ રીન્યુ કરવા માટે રૂ. 15 હજાર ફી વસુલાતી હતી. જેના થકી હોસ્પિટલ તંત્રને રૂ. 40 લાખની અંદાજીત આવત થઇ હતી. જે આવકનો ઉપયોગ રોગી કલ્યાણ સમિતિ થકી દર્દીઓ માટેની દવા ખરીદવા માટે થયો હતો. તેમાંથી નાનો ભાગ હોસ્પિટલના હાઇટેક મશીનરીનના મેનેજમેન્ટ માટે પણ ઉપયોગામાં લેવામાં આવ્યો હોવાનું તબિબિ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
પરમિટ રીન્યું કરવા માટેના ચાર્જમાં હવે રૂ. 5 હજારનો વધારો કરાયો
સુત્રોએ ઉમેર્યું કે, ઓક્ટોબર - 2023 થી ડિસેમ્બર - 2024 સુધી હોસ્પિટલમાં નવી પરમિટ માટે રૂ. 25 અને રીન્યુ કરવા માટે રૂ. 15 હજાર ફી વસુલવામાં આવતી હતી. જો કે, તે પૈકી પરમિટ રીન્યું કરવા માટેના ચાર્જમાં હવે રૂ. 5 હજારનો વધારો કરી દેવામાં આવ્યો છે. જેથી હવે પરમિટ રીન્યુ કરાવવા માટે અરજદારો રૂ. 20 હજાર ચુકવવા પડશે.
આ પણ વાંચો --- VADODARA : SSG હોસ્પિટલની ફાયર સિસ્ટમ શંકાના દાયરામાં


