Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 'છોટી છત બડે અરમાન' થીમ પર વિવિધતાથી ભરપૂર પક્ષીઘર બનાવ્યા

VADODARA : સ્પર્ધાનો ઉદ્દેશ્ય દેશી ચકલીઓ વિશે જાગૃતિ લાવવાનો અને તેમના નિવાસસ્થાનમાં પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરવાનો હોવાનું જણાવ્યું
vadodara    છોટી છત બડે અરમાન  થીમ પર વિવિધતાથી ભરપૂર પક્ષીઘર બનાવ્યા
Advertisement

VADODARA : ચકલીઓ વિશે જાગૃતિ લાવવા અને તેમને તેમના રહેઠાણોમાં પાછા લાવવા માટે, સ્ટાર ઇન્ડિયા એ બર્ડ હાઉસ મેકિંગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ નાના પક્ષીઓ માટે પ્રેમ અને કાળજી કેળવવાનો અને તેમને જીવનભર મિત્રો બનાવવાનો છે. જેમાં યુતિકા મિસ્ત્રી અને તેની નાની બહેન ધ્રુવિકાનો નાના પક્ષીઓ માટે સુંદર પક્ષી ઘરો બનાવવા માટે સર્જનાત્મકતાનો ઉપયોગ કરી અને ચકલીઓને બચાવવાનો અને તેમને આપણા ઘરે પાછા લાવવામાં મદદ કરવા માટે પ્રેરિત કરવાનો હતો. તેમની જેમ, સમગ્ર ભારતમાંથી સહભાગીઓએ આ વર્ષની થીમ, "છોટી છત બડે અરમાન" પર પોતાના વિચારો ડિઝાઇન અને પેઇન્ટ કર્યા હતા. સૌથી પ્રભાવશાળી હકીકત તે રહી કે, અહીં સહભાગીઓએ કચરામાંથી નવીન અને સર્જનાત્મક પક્ષી ઘરો બનાવ્યા, જે રિસાયક્લિંગને અને પ્રકૃતિ સાથેના જોડાણને પ્રોત્સાહન આપે છે. (More than 500 participants from across India designed and painted their thoughts on the theme "Chhoti Chhath Baade Armaan")

Advertisement

ભારતભરમાંથી 500 થી વધુ સહભાગીઓ જોડાયા

સ્ટાર (સ્પેરો ધ એજન્ડા ઓફ રિસર્જન્સ) ઈન્ડિયા, વિવિધ રીતે જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહી છે અને આ સ્પર્ધા તેમાંની એક છે. આ વર્ષે પક્ષી ઘર બનાવવાનો સ્પર્ધા તેના પાંચમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, જેમાં ભારતભરમાંથી 500 થી વધુ સહભાગીઓ જોડાયા. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય દેશી ચકલીઓ વિશે જાગૃતિ લાવવાનો અને તેમના નિવાસસ્થાનમાં પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ વર્ષે, ખાસ કરીને 3 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોમાં જાગૃતિ વધારવા માટે એક ચિત્ર સ્પર્ધા શરૂ કરવામાં આવી. સહભાગીઓએ "છોટી છત બડે અરમાન" થીમનું પોતાનું અર્થઘટન ડિઝાઇન અને પેઇન્ટિંગ કર્યું હતું.

Advertisement

બર્ડ હાઉસની ડિઝાઇનમાં છિદ્રનું ચોક્કસ કદ પણ મહત્વપૂર્ણ

સ્ટાર ઇન્ડિયાના સંચાલક અને આર્કિટેકટ તનુજ તપસ્વી દેસાઈ એ જણાવ્યું કે, લોકો તેમની સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને હવામાન, લાઇટિંગ, વેન્ટિલેશનની દ્રષ્ટિએ સ્પેરો માટે શ્રેષ્ઠ અનુકૂળ ઘરો ડિઝાઇન કરી અને તેમને અન્ય પક્ષીઓ અને પ્રાણીઓથી પણ બચાવી શકે તેવા બર્ડ હાઉસ બનાવે અને અભિયાનમાં જોડાય. બર્ડ હાઉસની ડિઝાઇનમાં છિદ્રનું ચોક્કસ કદ પણ મહત્વપૂર્ણ હોય છે જેની પહોળાઈ લગભગ 2 ઇંચની હોય છે. ચકલીઓએ તેમના કુદરતી રહેઠાણો ગુમાવવાનું સૌથી મોટું કારણ અર્બનાઇઝેશન છે. તેથી આ સ્પર્ધા તેમને તેમના ઘરે પાછા લાવવાની દિશામાં એક પગલું છે. આજકાલ તમામ આર્કિટેકો મોર્ડન ડિઝાઇન તરફ વળ્યા છે, ઘરને વેસ્ટન લુક આપવામાં પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેથી હું પણ એક આર્કિટેક છું, અને મને પણ એ વિચાર આવ્યો કે આ ખોટું છે, જેનાથી ચકલીઓ લુપ્ત થઈ રહી છે.

ચકલીઓ માટે શ્રેષ્ઠ અનુરૂપ નવીન પક્ષીગૃહો ડિઝાઇન કર્યા

વધુમાં ઉમેર્યું કે, સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને સહભાગીઓએ હવામાન, પ્રકાશ, વેન્ટિલેશન અને અન્ય પક્ષીઓ અને પ્રાણીઓથી રક્ષણની દ્રષ્ટિએ ચકલીઓ માટે શ્રેષ્ઠ અનુરૂપ નવીન પક્ષીગૃહો ડિઝાઇન કર્યા. સૌથી સારી વાત એ છે કે તેઓએ વેસ્ટ મટીરીયલ્સનો ઉપયોગ કરી શ્રેષ્ઠ ઘર બનાવ્યું, જે ફક્ત પર્યાવરણ-મિત્રતાનો સંદેશ જ નહીં પણ ટકાઉપણાને પણ પ્રોત્સાહન આપે છે. બાળકોને પક્ષીઘર બનાવવાના કાર્યમાં સામેલ કરવાથી તેમને રિસાયક્લિંગ અને વન્યજીવનનું રક્ષણ કરવાના મહત્વ વિશે શિક્ષિત કરવામાં આવે છે. તેઓ વ્યવહારુ કુશળતા શીખે છે અને પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવે છે.

વડોદરામાં 30,000 થી વધુ સ્પેરો હાઉસનું વિતરણ કર્યું

વેસ્ટમાંથી પક્ષી ઘરો બનાવવા એ એક મૂલ્યવાન અને આનંદપ્રદ પહેલ છે જે ટકાઉ જીવનને ટેકો આપે છે. તે એવી વસ્તુઓના રિસાયક્લિંગને પ્રોત્સાહન આપે છે જે આગળ જતા ડમ્પિંગયાર્ડમાં ઠલવાત. જ્યારે આ પહેલથી સ્થાનિક પક્ષીઓ જેમ કે ઘરની ચકલીઓ માટે રહેઠાણને પ્રોત્સાહન મળશે. આજ સુધીમાં વડોદરામાં 30,000 થી વધુ સ્પેરો હાઉસનું વિતરણ કર્યું છે અને 100 કોમ્પ્લિમેન્ટરી કીટમાં 28 ઉત્પાદનો જેમ કે ખોરાક, ફીડર, અનાજ અને અન્ય સ્પેરો સંબંધિત વસ્તુઓ શહેરીજનોને આપી છે. આ સ્પર્ધામાં 15 વર્ષથી નીચે, 16-25 વર્ષ, 26-40 વર્ષ અને 40વર્ષથી વધુ ઉંમરના લોકો પક્ષી ઘર બનાવવાની સ્પર્ધામાં જોડાયા છે.

આ પણ વાંચો --- VADODARA : કોયાલીની પ્રાથમિક શાળાએ ટકાઉ જીવનશૈલીના પ્રયાસો બદલ રાજ્ય કક્ષાની માન્યતા પ્રાપ્ત કરી

Tags :
Advertisement

.

×