Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શહેરની સ્થિતીને લઇ રાજ્ય સરકાર ચિંતિત, બે મંત્રીઓ મુલાકાતે આવવા રવાના

VADODARA : વડોદરા (VADODARA) માં વિતેલા 72 કલાકથી પૂરની સ્થિતીનું નિર્માણ થયું છે. અનેક વિસ્તારો જળમગ્ન થતા જ જનજીવન ભારે ખોરવાયું છે. ત્યારે વડોદરાની સ્થિતીને લઇને રાજ્ય સરકાર ચિંતિત છે. જેથી રાજ્ય સરાકરના બં મંત્રીઓ વડોદરાની સ્થિતીનો ચિતાર મેળવવા માટે...
vadodara   શહેરની સ્થિતીને લઇ રાજ્ય સરકાર ચિંતિત  બે મંત્રીઓ મુલાકાતે આવવા રવાના
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં વિતેલા 72 કલાકથી પૂરની સ્થિતીનું નિર્માણ થયું છે. અનેક વિસ્તારો જળમગ્ન થતા જ જનજીવન ભારે ખોરવાયું છે. ત્યારે વડોદરાની સ્થિતીને લઇને રાજ્ય સરકાર ચિંતિત છે. જેથી રાજ્ય સરાકરના બં મંત્રીઓ વડોદરાની સ્થિતીનો ચિતાર મેળવવા માટે આવવા રવાના થયા છે. બંને મંત્રીએ સમગ્ર સ્થિતીની જાત તપાસ કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

નુકશાન, હાલની સ્થિતિ, રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવશે

સુત્રોના જણાવ્યા પ્રમાણે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (HEALTH MINISTER OF GUJARAT - RUSHIKESH PATEL) અને મંત્રી જગદીશ વિશ્વકર્મા (STATE MINISTER - JAGDISH VISHWAKARMA) ભારે વરસાદની પરિસ્થિતિને પગલે વડોદરા જિલ્લાની મુલાકાતે જવા રવાના થયા છે. બંને મંત્રીઓ વડોદરામાં ભારે વરસાદને પગલે થયેલ નુકશાન, હાલની સ્થિતિ, રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવશે.

Advertisement

અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરુ મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરશે

આ સાથે જ વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલ, જિલ્લા કલેક્ટર , મ્યુનિસિપલ કમિશનર સહિત જિલ્લા વહીવટી તંત્ર સાથે સમગ્રતથા પરિસ્થિતિની સમીક્ષા બેઠક યોજશે. મંત્રી વડોદરા જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરુ મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરશે. સમગ્ર પરિસ્થિતિ સત્વરે પુર્વવત થાય, ભારે વરસાદની પરિસ્થિતિને પગલે ઓછામાં ઓછી કેઝ્યુલટી સર્જાય તેવા પ્રયાસો હાથ ધરાશે, તેમ હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.

Advertisement

સ્થાનિક તંત્ર પૂર મેનેજમેન્ટમાં સદંતર રીતે નિષ્ફળ

ગતરાત્રે આજવા સરોવરના દરવાજા બંધ કરી દીધા બાદ પણ વિશ્વામિત્રી નદીમાંથી પાણીનું સ્તર ઉતરવાનું નામ નથી લઇ રહ્યું. સ્થાનિક તંત્ર પૂર મેનેજમેન્ટમાં સદંતર રીતે નિષ્ફળ રહ્યું છે. ત્યારે સ્થાનિકોને હવે રાજ્ય સરકાર પાસેથી મદદની આશા છે. રાજ્ય સરકારના મંત્રીઓની મુલાકાત પર સૌ કોઇની નજર છે.

આ પણ વાંચો -- VADODARA : મોડી રાત્રે લેવાયેલા મોટા નિર્ણય બાદ રાહતની આશ

Tags :
Advertisement

.

×