VADODARA : ઉત્તરાયણ પૂર્વે SMC ના દરોડા, મોટી માત્રામાં દારૂ ઝડપ્યો
VADODARA : વડોદરામાં ઉત્તરાયણના આગલા દિવસે મકરપુરા પોલીસ મથક (MAKARPURA POLICE STATION) માં સ્ટેટ મોનીટરીંગ સેેલ (STATE MONITORING CELL RAID - VADODARA) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. જેને પગલે તહેવાર ટાણે દારૂ રેલાવવાનું સ્વપ્ન જોતા તત્વોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. તો બીજી તરફ મકરપુરા પોલીસ આ મામલે ઉંઘતી ઝડપાઇ હોવાની લોકચર્ચાઓએ સ્થાન લીધું છે. હાલ આ મુદ્દામાલની ગણતરી હાથ ધરવામાં આવી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
પીએસઆઇ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા
તહેવારો પહેલા રસિયાઓ સુધી દારૂ પહોંચાડવા માટે બુટલેગરો તૈયારીઓ કરતા હોય છે. ત્યારે આવા તત્વોને ડામવ માટે પોલીસ તથા વિવિધ બ્રાન્ચો એક્ટીવ થતી હોય છે. વડોદરામાં આવું જ કંઇક ધ્યાને આવ્યું છે. ઉત્તરાયણ પર્વ પહેલા શહેરના મકરપુરા પોલીસ મથકમાં સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ચારની અટકાયત કરવામાં આવી હોવાનું હાલ તબક્કે સપાટી પર આવ્યું છે.
15 દિવસ બાદ વધુ એક વખત કાર્યવાહી
આ કાર્યવાહીને પગલે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ છે. 31, ડિસે પહેલાના દિવસે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરજીપુરામાં ફાયરીંગ કરીને રૂ. 22 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. 15 દિવસ બાદ આજે વડોદરાના મકરપુરા પોલીસ મથક વિસ્તારમાં આવતા તરસાલી ગામમાં દરોડાની કાર્યવાહી સામે આવી છે. આ દરોડામાં આશરે ચાર શખ્સો સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ દરોડામાં કોઇ લિસ્ટેડ બુટલેગર સંડોવાયેલા છે કે કેમ તે આવનાર સમયમાં વધુ સ્પષ્ટ થશે. દરોડા બાદ તમામને પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં વધુ કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : સગીર જોડાનો મૃતદેહ 72 કલાક બાદ મળ્યો, NDRF ની મદદ ફળી


