Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સુભાનપુરામાં રોડ પર ભૂવો પડ્યો, પેચવર્ક સામે ઉઠ્યા સવાલ

VADODARA : એક સમયે ચોમાસાની રૂતુમાં રોડ-રસ્તા પર પડતા ભૂવા, હવે ગમે ત્યારે પ્રગટ થઇ રહ્યા છે. જેના કારણે લોકો આશ્ચર્યમાં પડી રહ્યા છે.
vadodara   સુભાનપુરામાં રોડ પર ભૂવો પડ્યો  પેચવર્ક સામે ઉઠ્યા સવાલ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના સુભાનપુરા વિસ્તારમાં આવેલા બાગ પાસે ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. એક સમયે માત્ર ચોમાસાની રૂતુમાં પડતા ભૂવાઓ, હવે કોઇ પણ રૂતુમાં પ્રગટ થઇ રહ્યા છે. જેના કારણે પાલિકાની આબરૂનું ધોવાણ જારી છે. સ્થાનિકના જણાવ્યા અનુસાર, ભૂવો પડ્યો છે, તે રસ્તે પાલિકાના ગાર્ડન સુધી જવાય છે. જેથી કોઇ સિનિયર સિટીઝનને ખાસ કરીને મુશ્કેલી ના પડે તે માટે આ ભૂવાનું સત્વરે રીપેરીંગ કાર્ય પૂર્ણ કરવું જોઇએ. સાથે જ તાજેતરમાં જ આ રોડ પર પેચવર્ક કરવામાં આવ્યું છે, ત્યારે તેની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે.

લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા

વડોદરામાં એક સમયે ચોમાસાની રૂતુમાં રોડ-રસ્તા પર પડતા ભૂવા, હવે ગમે ત્યારે પ્રગટ થઇ રહ્યા છે. જેના કારણે લોકો આશ્ચર્યમાં પડી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી વગર વરસાદે રોડ-રસ્તા પર ભૂવા પડવાનો સિલસિલો ચાલી રહ્યો છે. જે આજે પણ યથાવત રહ્યો છે. આજે શહેરના સુભાવપુરા ગાર્ડન પાસે રોડ પર ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે ખાસ કરીને ગાર્ડનમાં આવતા લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા જોવા મળી રહી છે.

Advertisement

પેચવર્કના કામની ગુણવત્તા સામે સવાલો ઉઠવા પામ્યા

બાગની મુલાકાતે આવતા સિનિયર સિટીઝનનું કહેવું છે કે, આ રોડ પર તાજેતરમાં જ પેચ વર્ક કરવામાં આવ્યું હતું. અને આજે અહિંયા ભૂવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે પેચવર્કના કામની ગુણવત્તા સામે સવાલો ઉઠવા પામ્યા છે. સાથે જ તેમના દ્વારા આ ભૂવાનું પેચવર્ક ત્વરિત કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : Hotel Legend ના આઇસ્ક્રીમ ફ્રીજમાં જીવડાનું રાજ

Tags :
Advertisement

.

×