Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રજાના દિવસે e-KYC માટે કચેરીએ અધિકારી-અરજદારો હાજર

VADODARA : જો આ જ રીતે રજાના દિવસોમાં પણ વિશેષ રસ લઇને ઇકેવાયસીનું કામ કરવામાં આવશે, તો ચોક્કસથી જલ્દીથી ઇકેવાયસી વગર કોઇ નહીં બચે
vadodara   રજાના દિવસે e kyc માટે કચેરીએ અધિકારી અરજદારો હાજર
Advertisement

VADODARA : વડોદાર (VADODARA) માં રેશન કાર્ડનું ઇકેવાયસી (RATION CARD E-KYC) કરાવવાની પ્રક્રિયા લોકો માટે માથાનો દુખાવો બની છે. ત્યારે ગતરોજ લિંક ખોરવાઇ જતા બપોર બાદ ઇકેવાયસી થઇ શક્યુ ન્હતું. ત્યાર બાદ આજે ઝોન - 4 માં રજાના દિવસે કચેરીઓ અરજદારો અને અધિકારીઓ પહોંચ્યા હતા. અને ઇકેવાયસીનું કાર્ય કરવામાં આવ્યું હતું. જેને લઇને તંત્ર દ્વારા વિસ્તારના લોકોને રાહત મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ઇકેવાયસી કરવા માટે ત્રણ કોમ્પ્યુટર તથા એપ્લીકેશન સાથે ટીમ મુકવામાં આવી હતી.

Advertisement

રેશન કાર્ડના ઇકેવાયસી માટેના કેમ્પનું ઝોન - 4 ના હુજરત પગામાં આયોજન

વડોદરામાં રેશન કાર્ડ માટે ઇકેવાયસી કરાવવાનું જરૂરી બનાવતા લોકોમાં ભારે દોડધામ મચી છે. છેલ્લા કેટલાય સમયથી લોકો જનસેવા કેન્દ્ર પર ઇકેવાયસી કરાવવા માટે લાંબી કતારોમાં લાગી રહ્યા છે. ક્યારેક લિંકની ઝડપ ઘટતા તો ક્યારેક લિંક ખોરવાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે લોકોની સુવિધા માટે તંત્ર દ્વારા રજાના દિવસે રેશન કાર્ડના ઇકેવાયસી માટેના કેમ્પનું ઝોન - 4 ના હુજરત પગામાં આયોજન કર્યું છે. જેમાં ભાગ લેવા માટે રજાના દિવસે અરજદારો અને અધિકારીઓ બંને જોવા મળી રહ્યા છે. જો આ જ રીતે રજાના દિવસોમાં પણ વિશેષ રસ લઇને ઇકેવાયસીનું કામ કરવામાં આવશે, તો ચોક્કસથી જલ્દીથી ઇકેવાયસી વગર કોઇ નહીં બચે. અને તમામ પોતાના રાબેતા મુજબના કામો કરી શકશે.

Advertisement

અમે આ કેમ્પનો અગાઉ ભારે પ્રચાર-પ્રસાર કર્યો છે

મહિલા અધિકારી હીનાબેન ઉપાધ્યાયએ મીડિયાને જણાવ્યું કે, આજે રવિવાર છે, અને રેશન કાર્ડ માટે ઇકેવાયસીના કેમ્પનું આયોજન કર્યું છે. અમે આ કેમ્પનો અગાઉ ભારે પ્રચાર-પ્રસાર કર્યો છે. ત્રણ કોમ્પ્યુટર પર કામ ચાલી રહ્યું છે. તેની સાથે એપ્લીકેશન મારફતે પણ કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : પાલિકાના સ્નેહમિલન કાર્યક્રમમાં લગ્નપ્રસંગ જેવો ખર્ચ, લોકો નારાજ

Tags :
Advertisement

.

×