Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : અકોટામાં સસ્તા અનાજની દુકાનમાં દરોડા, શંકાસ્પદ પ્રવાહી જપ્ત

VADODARA : દુકાનદાર તેઓ છુટક ભાવે લઇને છુટક ભાવે તેનું વેચાણ કરે છે. બે કારબા ભરીને 70 કિલો તથા અન્ય છુટક પ્રવાહી અમને મળ્યું છે - પુરવઠા ઇન્સ્પેક્ટર
vadodara   અકોટામાં સસ્તા અનાજની દુકાનમાં દરોડા  શંકાસ્પદ પ્રવાહી જપ્ત
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના અકોટા વિસ્તારમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાન (GOVT AID GRAIN SHOP - VADODARA) માં પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા (SUPPLY INSPECTOR RAID - AKOTA, VADODARA) પાડવામાં આવ્યા છે. આ દરોડામાં 72 લીટર જેટલું શંકાસ્પદ પ્રવાહી ઝડપાયું છે. હાલ ટીમ દ્વારા વેપારીનો જવાબ લઇને રીપોર્ટ સબમીટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેના આધારે દુકાનદાર સામે શું પગલાં ભરવા તેનો નિર્ણય ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવામાં આવશે.

Advertisement

રીપોર્ટના આધારે જિલ્લા પુરવઠા અધિકારી આગળની કાર્યવાહી કરશે

વડોદરાના અકોટા વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાં અન્ય પદાર્થોનું વેચાણ ચાલતું હોવાની બાતમી ઉચ્ચ અધિકારીને મળતા સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં શંકાસ્પદ પ્રવાહી મળી આવ્યું છે. દુકાનદારના કહેવા મુજબ પ્રવાહી ટર્પેન્ટાઇન છે, જેનો ઉપયોગ કલરકામમાં કરવામાં આવે છે. અધિકારીઓ દ્વારા જથ્થો જપ્ત કરીને, દુકાનદારનો જવાબ લઇને વિભાગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યાર બાદ તેનો રીપોર્ટ જમા કરાવવામાં આવશે. જેના આધારે જિલ્લા પુરવઠા અધિકારી આગળની કાર્યવાહી કરશે તેમ જાણવા મળી રહ્યું છે.

Advertisement

ટર્પેન્ટાઇન પ્રવાહી જપ્ત કરવામાં આવ્યું

પુરવઠા ઇન્સ્પેક્ટર પ્રિયલ પટેલએ મીડિયાને જણાવ્યું કે, અકોટા વિસ્તારમાં પોલીસ લાઇનની સામે સરકારી વ્યાજબી ભાવની દુકાન આવેલી છે. જેના સંચાલક ભરતભાઇ પ્રજાપતિ છે. આ દુકાન અંગેની બાતમી ઉચ્ચ અધિકારીને આપવામાં આવી હતી. જેના આધારે અમારી ટીમ આવી છે. તેમની દુકાનેથી તેમના કહેવા મુજબ ટર્પેન્ટાઇન પ્રવાહી જપ્ત કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કલરકામમાં થાય છે. તેઓ છુટક ભાવે લઇને છુટક ભાવે તેનું વેચાણ કરે છે. બે કારબા ભરીને 70 કિલો તથા અન્ય છુટક પ્રવાહી અમને મળ્યું છે.

તેમને કમિશન ચુકવવામાં આવે છે

વધુમાં તેમણે જણાવ્યું કે, અમે દુકાનમાં તપાસ કરીને દુકાનદારનો જવાબ લીધો છે. હાલ પ્રવાહીને જપ્ત કરવામાં આવ્યું છે. રીપોર્ટના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે. કાયદાની જોગવાઇ અનુસાર, આ દુકાન સરકાર દ્વારા નિર્ધારીત વ્યાજબી ભાવની દુકાન છે. અનાજનું વિતરણ કરવા માટે તેમને લાયસન્સ આપવામાં આવે છે, અને તેના બદલામાં તેમને કમિશન ચુકવવામાં આવે છે. આ જથ્થાને અમે જમા કરીને યોગ્ય જગ્યાએ મુકી દઇશું. અમારા દ્વારા અમારા વિભાગને લગતી કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : પાલિકાના બેદરકાર વાહન ચાલકે અકસ્માત સર્જ્યો, હાલત ગંભીર

Tags :
Advertisement

.

×