Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ભ્રષ્ટાચારી TPO ભોયાના બેંક એકાઉન્ટ અને લોકર સુધી ACB પહોંચી

VADODARA : સુરત (SURAT) ના તત્કાલીન ટાઉન્ પ્લાનિંગ ઓફિસર કૈલાશ ભોયાના રિમાન્ડ દરમિયાન વડોદરા એન્ટી કરપ્શન બ્યુરો (VADODARA - ACB) ની ટીમને બેંક ડિટેઇલ્સની તપાસ કરતા પોતાના, પુત્ર અને પત્નીના નામે એકાઉન્ટ હોવાનું મળી આવ્યું છે. તમામ મળીને સાત એકાઉન્ટમાં...
vadodara   ભ્રષ્ટાચારી tpo ભોયાના બેંક એકાઉન્ટ અને લોકર સુધી acb પહોંચી
Advertisement

VADODARA : સુરત (SURAT) ના તત્કાલીન ટાઉન્ પ્લાનિંગ ઓફિસર કૈલાશ ભોયાના રિમાન્ડ દરમિયાન વડોદરા એન્ટી કરપ્શન બ્યુરો (VADODARA - ACB) ની ટીમને બેંક ડિટેઇલ્સની તપાસ કરતા પોતાના, પુત્ર અને પત્નીના નામે એકાઉન્ટ હોવાનું મળી આવ્યું છે. તમામ મળીને સાત એકાઉન્ટમાં રૂ. લાખો રૂપિયાનું બેલેન્સ હોવાનું અત્યાર સુધીની તપાસમાં ધ્યાને આવ્યું છે. આ સાથે કેટલાક ગુપ્ત એકાઉન્ટ પણ હોવાની આશંકા સેવાઇ રહી છે. દરમિયાન ભ્રષ્ટાચારી ભોયાના મૂળ વતન ધરમપુર ખાતેનું લોકર સીઝ કરાયું છે. જેને ટુંક સમયમાં ખોલવામાં આવનાર છે. તેમાંથી શું મળી આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

સત્તાનો દુરઉપયોગ તથા ભ્રષ્ટાચાર કરી મસમોટી સંપતિ ભેગી કરી

વડોદરાના જેતલપુર વિસ્તારમાં આવેલી નહેરુપાર્ક સોસાયટીમાં આલિશાન બંગલો ધરાવનાર સુરતના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાસ ભોયાની વડોદરા એસીબી ધરપકડ કરાઇ હતી. આરોપીએ વિવિધ જગ્યા પર બજાવેલી ફરજ દરમિયાન સત્તાનો દુરઉપયોગ તથા ભ્રષ્ટાચાર કરી મસમોટી સંપતિ ભેગી કરી હતી. જેમાં અધિકારીની કાયદેસરની આવક કરતા 1.57 કરોડની વધુની અપ્રમાણસર મિલકતો મળતા વડોદરા એસીબીમાં ગુનો દાખલ કરાયો હતો.

Advertisement

પત્ની તથા પુત્રના એકાઉન્ટમાં પણ મોટી રકમનું બેલેન્સ

એસીબીની વધુ પુછપરછ કરવા ત્રણ દિવસના રિમાન્ડ મેળવાયા હતા. ત્યારે રિમાન્ડ દરમિયાન ભોયા, તેના પુત્ર અને પત્નીના નામે મળીને 7 બેન્કમાં એકાઉન્ટ હોવાનું માલુમ પડ્યું હતું. અને તમામ એકાઉન્ટમાં મળીને લાખો રૂપિયાનું બેલેન્સ હોવાનું બાલ તબક્કે સપાટી પર આવ્યું છે. એસીબીની તપાસ કરતા કૈલાશ ભોયાના પાંચ એકાઉન્ટમાં રૂ. 12 લાખનું બેલેન્સ હોવાનું જણાઇ આવ્યું છે. જ્યારે પત્ની તથા પુત્રના એકાઉન્ટમાં પણ મોટી રકમનું બેલેન્સ બતાવી રહ્યા છે.

Advertisement

ભોયાના ભ્રષ્ટાચારના મૂળિયા હજી ઉંડા હોવાનું અનુમાન

બીજી તરફ ભોયાના મૂળ વતન ધરમપુર ખાતે પણ બેંક ઓફ બરોડામાં લોકર મળી આવતા હાલમાં સીઝ કરાયુ છે. જેની આગામી દિવસોમાં એસીબી દ્વારા તેના પરિવારના સભ્યોને સાથે રાખીને ખોલાવી તપાસ કરાશે. ત્યારે પોતાના 1.57 કરોડની મિલકત વસાવનાર ભોયાના ભ્રષ્ટાચારના મૂળિયા હજી પણ ઉંડા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આજે ભોયાના રિમાન્ડ પુરા થાય છે. હવે કોર્ટમાંથી તેને વધુ રિમાન્ડ મંજુર કરવામાં આવે છે, કે પછી જેલ ભેગો કરવામાં આવે છે, તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો -- Surat: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ

Tags :
Advertisement

.

×