Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પોલીસ વાનમાં જગ્યા ઓછી પડે તેટલા જુગારિયા પકડાયા

VAODARA : વડોદરા (VADODARA) તાલુકા પોલીસ મથકની હદમાં દુકાન બંધ કરીને રમાતો જુગાર પકડાયો છે. પોલીસે બાતમીના આધારે પાડેલા દરોડામાં 9 જેટલા ખેલીઓને દબોચી લેવામાં આવ્યા છે. શ્રાવણ માસ પહેલા જ મોટી સંખ્યામાં ખેલીઓ પકડાતા અનેક લોકોમાં ફફડાટ પેંસી જવા...
vadodara   પોલીસ વાનમાં જગ્યા ઓછી પડે તેટલા જુગારિયા પકડાયા
Advertisement

VAODARA : વડોદરા (VADODARA) તાલુકા પોલીસ મથકની હદમાં દુકાન બંધ કરીને રમાતો જુગાર પકડાયો છે. પોલીસે બાતમીના આધારે પાડેલા દરોડામાં 9 જેટલા ખેલીઓને દબોચી લેવામાં આવ્યા છે. શ્રાવણ માસ પહેલા જ મોટી સંખ્યામાં ખેલીઓ પકડાતા અનેક લોકોમાં ફફડાટ પેંસી જવા પામ્યે છે.

કુંડાળુ વળીને પાના-પત્તાનો જુગાર

વડોદરા તાલુકા પોલીસ મથક (VADODARA TALUKA POLICE STATION) માં નોંધાયેલી ફરિયાદ અનુસાર, પોલીસ મથકના જવાનો પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતની મળી કે, ભાયલી ગામની સીમમાં આવેલા બ્રોડ-વે-પ્રાઇડ કોમ્પલેક્ષમાં ચોથા માળે તીનપત્તીનો જુગાર રમાઇ રહ્યો છે. બાતમીના આધારે જુગારધારાનું વોરંટ મેલવીને પોલીસે સ્થળ પર રેડ કરી હતી. સ્થળ પર પહોંચતા દુકાનનો દરવાજો અંદરના ભાગેથી બંધ હતો. તેનો મેઇન ગેટ ખખડાવતા દરવાજો ખોલ્યો હતો. બાદમાં અંદર જઇને જોતા કુંડાળુ વળીને પાના-પત્તાનો જુગાર ખેલાઇ રહ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 54 હજાર મળી આવ્યા છે.

Advertisement

જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધાયો

ઉપરોક્ત કાર્યવાહીમાં અમરજીતસિંહ સુખદેવસિંહ ગોહિલ, પાર્થ રાજેશભાઇ કુંડારીયા, ભાવેશભાઇ દામજીભાઇ બાણગોરીયા, અશ્વિનકુમાર નારાયણભાઇ પટેલ, નિરવભાઇ વિઠ્ઠલભાઇ પનારા, વિકાસભાઇ નાનજીભાઇ માંકડીયા, ભાવેશભાઇ મનસુખભાઇ નરોડીયા, હરેશભાઇ કાંતિલાલ લાડાણી, અને મહેન્દ્રભાઇ દયાળજીભાઇ પટેલ (તમામ રહે. શિલ્પન બ્લીસ એપાર્ટમેન્ટ, ભાયલી, વડોદરા) ની અટકાયત કરવામાં આવી છે. અને તેમની સામે જુગારધારાની કલમો હેઠળ વડોદરા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

વધુ ખેલીઓ ઝડપાય તો નવાઇ નહી

અત્રે નોંધનીય છે કે, શ્રાવણીયો જુગાર પ્રચલિત છે. શ્રાવણ મહિનાના બહાના હેઠળ જુગાર રમવામાં આવે છે. જો કે, ઉપરોક્ત કિસ્સામાં શ્રાવણ મહિનો શરૂ થાય તેના આગળના દિવસે જ પોલીસ વાનમાં જગ્યા ઓછી પડે તેટલી સંખયામાં લોકોન જુગાર રમતા રંગેહાથ અટકાયત કરવામાં આવી છે. આ જોતા શ્રાવણ માસમાં જુગારીયાઓને દબોચી લેવા માટે પોલીસ તંત્ર સજ્જ હોવાનું દેખાઇ આવે છે. આવનાર સમયમાં વધુ ખેલીઓ ઝડપાય તો નવાઇ નહી.

આ પણ વાંચો -- VADODARA : SSG હોસ્પિટલમાં ડ્રાઇવરે દર્દીને ટાંકા લીધા ! વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×