Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વોર્ડ કચેરીમાં અધિકારીની કેબિન બહાર દુષિત પાણી ઢોળી વિરોધ

VADODARA : વડોદરા (VADODARA) ના તાંદલજા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં દુષિત પાણીની સમસ્યા છે. આ અંગે વોર્ડ કચેરીના અધિકારીનો સંપર્ક કરતા થઇ શક્યો ન્હતો. આખરે વડોદરા શહેર યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ની આગેવાનીમાં વોર્ડ નં - 11 ની કચેરીમાં હલ્લાબોલ કરવામાં આવ્યો...
vadodara   વોર્ડ કચેરીમાં અધિકારીની કેબિન બહાર દુષિત પાણી ઢોળી વિરોધ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના તાંદલજા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં દુષિત પાણીની સમસ્યા છે. આ અંગે વોર્ડ કચેરીના અધિકારીનો સંપર્ક કરતા થઇ શક્યો ન્હતો. આખરે વડોદરા શહેર યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ની આગેવાનીમાં વોર્ડ નં - 11 ની કચેરીમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. આ હલ્લાબોલમાં પાલિકાની કચેરીઓ કોઇ પણ અધિકારી હાજર ના મળી આવતા સ્થાનિકોએ બોટલમાં લઇને ગયેલા દુષિત પાણીને નિકાલ અધિકારીની કેબિન બહાર જ કર્યો હતો. જેને લઇને આગેવાનો જણાવ્યું કે, અધિકારીઓ અમારા ફોન તો ઉંચકતા નથી. તેઓ અહિંયા આવીને જોશે ત્યારે તેમને અમારી સમસ્યાનો અંદાજો આવે તે માટે દુષિત પાણી ઢોળવામાં આવ્યું છે.

અધિકારીઓ ફોન પણ રીસીવ કરતા નથી

વડોદરા ઐતિહાસીક પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં હાલ દુષિત પાણી આવતું હોવાની બુમો ઉઠી રહી છે. તે પૈકી એક વિસ્તાર શહેરના તાંદલજાનું મહાબલીપુરમ છે. મહાબલી પુરમ સોસમયટીમાંવિતેલા એક મહિનાથી ગટર મિશ્રિત દુષિત પાણી આવી રહ્યું છે. જેને લઇને સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ અંગે અધિકારીઓને રજુઆત કરવા માટે ફોન કરતા તેઓ રીસીવ નહી કરતા હોવાનું સ્થાનિક જણાવી રહ્યા છે. આખરે સ્થિતીથી ત્રસ્ત થઇને વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અસ્ફાક મલેકની આગેવાનીમાં મોરચો વોર્ડ નં - 11 ની કચેરીએ પહોંચ્યો હતો.

Advertisement

બોટલમાં રાખેલું ગંદુ પાણી વહાવી દીધું

પાલિકા દ્વારા આપવામાં આવતા દુષિત પાણીને બોટલમાં ભરી લઇ જઇને સ્થાનિકો દ્વારા વોર્ડની કચેરીએ હલ્લાબોલ કર્યું હતું. જો કે, તે સમયે કોઇ જવાબદાર અધિકારી કચેરીમાં મળી આવ્યા ન્હતા. આખરે સ્થાનિકોએ વોર્ડ ઓફીસમાં અધિકારીની કચેરી બહાર જ બોટલમાં રાખેલું ગંદુ પાણી વહાવી દીધું હતું. આ તકે આગેવાન અસ્ફાક મલેકે કહ્યું કે, કોઇ અધિકારી હાજર ન હોવાથી અમે ગંદુ દુષિત પાણી તેમની કેબિન બહાર ઢોળ્યું છે. તેઓ જ્યારે તેમની કેબિનમાં આવશે, ત્યારે તેઓને અમારી સમસ્યાનો અંદાજો આવશે. સ્થાનિકના મતે હવે પાલિકાનું તંત્ર જાગે, અને અમારી સમસ્યાનું નિરાકરણ લાવે તેવી અમારી માંગ છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વરસાદી ચેનલનું ઢાંકણું ખોલતા જ ડામર દેખાયો, "ઓવર સ્માર્ટ" કોન્ટ્રાક્ટર સામે રોષ

Tags :
Advertisement

.

×