Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : તરસાલીમાં અછોડા તોડ ગેંગ સક્રિય, મહિલાએ જણસ ગુમાવી

VADODARA : અજાણ્યા શખ્સોએ આવીને શાકભાજીનો ભાવ પુછ્યો હતો. અને બાદમાં ધીરે રહીને પાછળથી સોનાની ચેઇન તફડાવી લીધી હતી.
vadodara   તરસાલીમાં અછોડા તોડ ગેંગ સક્રિય  મહિલાએ જણસ ગુમાવી
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના તરસાલીના મકરપુરા વિસ્તારમાં અછોડા તોડ ગેંગ (MAKARPURA POLICE STATION) સક્રિય હોવનું સામે આવ્યું છે. આજે મંદિરેથી દર્શન કરીને પરત ફરતી વેળાએ રસ્તા પર શાકભાજીની ખરીદી કરીને તેના પૈસા ચૂકવતી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તફડાવીને અજાણ્યો ઇસમો ફરાર (CHAIN SNATCHER ACTIVE IN VADODARA) થયા હતા. ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને અછોડા તોડની ઘટના અંગે વધુ માહિતી એકત્ર કરીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.

મહિલા શાકભાજી લેવા માટે રોડ પર લારીવાળા સાથે ઉભા હતા

વડોદરામાં અનેક વખત અછોડા તોડ ગેંગના કારનામા સામે આવ્યા છે. આવા તત્વો સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડક કાર્યવાહી કરીને વીણી વીણીને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. સાથે જ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. છતાં આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. તાજેતરમાં વડોદરાના તરસાલી વિસ્તારમાં આવતા મકરપુરામાં આવેલી ઘનશ્યામ સોસાયટીમાં રહેતી મહિલાનો અછોડો તુટ્યો છે. મહિલા શાકભાજી લેવા માટે રોડ પર લારીવાળા સાથે ઉભા હતા. ખરીદી કર્યા બાદ તેઓ ચુકવણી કરતા હતા. દરમિયાન અજાણ્યા શખ્સોએ આવીને શાકભાજીનો ભાવ પુછ્યો હતો. અને બાદમાં ધીરે રહીને પાછળથી સોનાની ચેઇન તફડાવી લીધી હતી. બે શખ્સો આ કૃત્યમાં સંડોવાયેલા હોવાનું પીડિતાએ જણાવ્યું છે.

Advertisement

બીજી બાજુથી આવ્યા અને શાકભાજીનો ભાવ પુછ્યો

ઓછોડા તોડના ભોગ બનેલા મણીબહેને મીડિયાને જણાવ્યું કે, હું મંદિરથી પરત ફરતી વેળાએ શાકભાજી લેવા માટે ઉભી રહી હતી. હું શાકભાજી વાળા તરફ ફરીને શાકભાજીની પૈસાની ચૂકવણી કરી રહી હતી. તે લોકો બીજી બાજુથી આવ્યા, અને શાકભાજીનો ભાવ પુછ્યો હતો. ત્યાર બાદ બે મીનીટમાં જ મારા પાછળથી ગળામાં હાથ નાંખીને અછોડો તોડી લીધો હતો. તેઓ બે છોકરાઓ હતા. તેમની અંદાજીત ઉંમર 20 - 25 વર્ષ હોવાનો અંદાજ છે. તેઓએ મારા ગળામાં પહેરેલી સોનાની ચેઇન તફડાવી લીધી. સોનાની ચેઇન 11 ગ્રામની હોવાનો અંદાજો પીડિતા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : સમિતિની શાળામાંથી જોખમી રીતે દરવાજો કુદીને જતા વિદ્યાર્થીઓ

Tags :
Advertisement

.

×