Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 11 હજાર ફૂટ ઉંચાઇએ બિરાજમાન કેદારનાથ મહાદેવના મંદિરને ફૂલોથી સુશોભિત કરાયું

VADODARA : આ સુશોભનમાં 4200 કુંડી ગોટા ફૂલ, 3500 સ્ટાર ફૂલ, ઓર્ચિડ, અલથેનિયમ ફૂલ જેવા હજારે કટ ફ્લાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે
vadodara   11 હજાર ફૂટ ઉંચાઇએ બિરાજમાન કેદારનાથ મહાદેવના મંદિરને ફૂલોથી સુશોભિત કરાયું
Advertisement

VADODARA : જ્યોતિર્લિંગ કેદારનાથ મહાદેવ (JYOTIRLINGA KEDARNATH) ના મંદિરના કપાટ બંધ થાય તે પહેલા વડોદરા (VADODARA) ની ટીમ રીવોલ્યુશન (TEAM REVOLUTION) અને સ્વેજલ વ્યાસ (SWEJAL VYAS) દ્વારા મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે. આ માટે અલગ અલગ રાજ્યોમાંથી ફૂલો મંગાવીને તેમને 11 હજાર ફૂટ ઉંચાઇ સુધી ઘોડા મારફતે પહોંચાડવામાં આવ્યા હતા. આ અગાઉ પણ સ્વેજલ વ્યાસ અને તેમની ટીમ દ્વારા મંદિરમાં ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.

મંદિર ફરતે ફૂલોથી શણગાર કરવામાં આવ્યો

જ્યોતિર્લિંગ કેદારનાથ મહાદેવના દર્શને તેઓ જ જઇ શકે તેમને મહાદેવ બોલાવે છે, તેવી લાકવાયકા છે. ત્યારે વડોદરાના સ્વેજલ વ્યાસ અને તેમની ટીમને આ સૌભાગ્ય અનેક વખત પ્રાપ્ત થયું છે. તેમને દ્વારા કેદારનાથ મહાદેવના મંદિરના કપાટ બંધ થતા પહેલા મંદિર ફરતે ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. અને મંદિરના પ્રવેશદ્વારા ઉપર ફૂલો વડે જયભોલેનાથ લખવામાં આવ્યું છે. દરિયાની સપાટીથી 2 હજાર કિમી દુર અને 11 હજારથી વધુ ફૂટ ઉંચે કરવામાં આવેલા આ કાર્ય લાગે તેટલું સહેલું નથી.

Advertisement

બરફમાં પેક કરીને કલકત્તા રેલવે સ્ટેશનથી હરિદ્વાર મંગાવવામાં આવ્યા

સ્વેજલ વ્યાસના જણાવ્યા અનુસાર, ધનતેરસના દિવસે કેદારનાથ મંદિર પર ફૂલો વડે જય ભોલેનાથ લખીને શણગાર્યું છે. આ અનોખા સેવાકાર્યમાં બે શિવભક્તોએ ગુપ્તદાન આપ્યું હતું. આ સુશોભનમાં 4200 કુંડી ગોટા ફૂલ, 3500 સ્ટાર ફૂલ, ઓર્ચિડ, અલથેનિયમ ફૂલ જેવા હજારે કટ ફ્લાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમામને 2 હજાર કિમી દુર બંગાળની બોર્ડરથી તોડીને ગ્રામજનો પાસેથી તેની ફૂલમાળા બનાવીને બરફમાં પેક કરીને કલકત્તા રેલવે સ્ટેશનથી હરિદ્વાર મંગાવવામાં આવ્યા હતા. ત્યાંથી 54 ઘોડા મારફતે કેદારનાથ મંદિર સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

Advertisement

સંપૂર્ણ ખર્ચ વડોદરાના સેવાભાવી નાગરિકો દ્વારા કરવામાં આવ્યો

વધુમાં તેમણે જણાવ્યું કે. કેદારનાથમાં આવી પહોંચેલા ફૂલોને અહિંયાના 22 કારીગરો સાથે મળીને સજાવટ કરવામાં આવી હતી. આ ફૂલ સેવાનો સંપૂર્ણ ખર્ચ વડોદરાના સેવાભાવી નાગરિકો દ્વારા કરવામાં આવ્યો છે. આટલી ઠંડીમાં અહિંયા સુધી પહોંચવું કેટલાયનું સ્વપ્ન છે. પરંતુ તે મહાદેવની આશિર્વાદ વગર પૂર્ણ થતું નથી.

આ પણ વાંચો -- VADODARA : નોટીસ પર નોટીસ ફટકાર્યા બાદ પણ કામ નહીં થતા કોન્ટ્રાક્ટર બ્લેક લિસ્ટ

Tags :
Advertisement

.

×